અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘરે FBIની રેડ, 13 કલાકે ગોપનીય દસ્તાવેજો મળ્યા

PC: economictimes.indiatimes.com

FBI તપાસકર્તાઓએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના વિલમિંગટન સ્થિત આવાસમાંથી 13 કલાક સુધી ચાલેલી તપાસ બાદ ઘણા બધા ગોપનીય દસ્તાવેજો મળ્યા છે. આ તલાશીમાં તેમના માટે એક રાજકીય અને સંભાવિત કાયદાકીય દાયિત્વ બની શકે છે કારણ કે, તે 2024માં ફરીથી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં ઉતરવા માટે તૈયાર છે.

રાષ્ટ્રપતિના ખાનગી વકીલ બોબ બાઉરે એક નિવેદનમાં કહ્યું છે કે, શુક્રવારના રોજ તલાશી દરમિયાન, ન્યાય વિભાગે પોતાની તપાસના દાયરામાં માનવામાં આવનારી ચીજોને પોતાના કબજામાં લીધી છે, જેમાં છ આઇટમ શામેલ છે. જેમાં ક્લાસિફિકેશન માર્કિંગ અને આસપાસના દસ્તાવેજ શામેલ છે.

બાઇડનના આવાસો અને ખાનગી કાર્યાલયોમાં મળેલા ગોપનીય દસ્તાવેજોની કુલ સંખ્યા હવે વધીને લગભગ દોઢ ડઝન થઇ ગઇ છે. 2009થી 2016 સુધી ઉપાધ્યક્ષના રૂપમાં તેમના કાર્યકાળ સહિત દરેક દસ્તાવેજ હવે સંઘીય એજન્ટોના કબજામાં લેવામાં આવ્યા છે. બાઉરે કહ્યું કે, ન્યાય વિભાગે અનુરોધ કર્યો છે કે, દસ્તાવેજોને તેના સ્ટાન્ડર્ડ પ્રોસીજર અનુસાર અગ્રિમ રૂપે સાર્વજનિક ન કરવામાં આવે અને અમે સહયોગ કરવા માટે સંમત છીએ.

આ પહેલા ગયા સપ્તાહમાં પણ જો બાઇડનના આવાસમાંથી ગોપનીય દસ્તાવેજો મળ્યા હતા. આ સિક્રેટ ડોક્યુમેન્ટ્સ ડેલાવેયરના વિલમિંગટન સ્થિત આવાસ પર પહેલા બતાવવામાં આવેલી સંખ્યાથી વધારે હતા. આ કેસની તપાસ માટે વ્હાઇટ હાઉસની તપાસ માટે એક વિશેષ વકીલ નિયુક્ત કરવામાં આવ્યા છે. બાઇડન સામાન્ય રીતે પોતાનું વીકેન્ડ ડેલાવેયર સ્થિત આવાસ પર જ પસાર કરે છે.

વ્હાઇટ હાઉસના વકીલ રિચર્ડ સોબરે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, બુધવારની રાતે બાઇડનના ગેરેજ પાસેના રૂમમાંથી એક ગોપનીય દસ્તાવેજ મળ્યું. સોબરે કહ્યું કે, બાઇડનના વકીલોએ દસ્તાવેજોમાં સુરક્ષા કારણોથી મંજૂરી નથી આપી, તેથી તેમની શોધ રોકી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસના વકીલ રિચર્ડ સોબરે કહ્યું કે, બાઇડનના ખાનગી પુસ્તકાલયની તલાશી દરમિયાન ગોપનીય દસ્તાવેજોના કુલ છ પાના મળ્યા છે. વ્હાઇટ હાઉસે પહેલા કહ્યું હતું કે, ત્યાંથી ફક્ત એક પેજ મળ્યું છે. તે સિવાય ડિસેમ્બરમાં બાઇડનના ગેરેજ અને નવેમ્બરમાં વોશિંગ્ટન સ્થિત તેમની પહેલી ઓફિસમાં પેન બાઇડન સેન્ટરથી પણ દસ્તાવેજ મળ્યા હતા.

આ દસ્તાવેજો એ અવધિના છે, જ્યારે તેઓ 2009થી 2016 સુધી દેશના ઉપરાષ્ટ્રપતિ હતા. એ દરેક દસ્તાવેજોને કબજામાં લેવામાં આવ્યા છે. જોકે, આ દસ્તાવેજોના વિવરણ અને તેમની મેટર જ્ઞાત નથી. તેનો ઉપયોગ બાઇડને 2017થી 2019 સુધી કર્યો, જ્યારે તેઓ પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના માનદ પ્રોફેસર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp