ભારતીય આઇડ્રોપથી 3ના મોત, 8ની આંખોનો પ્રકાશ પણ ગયો, USAની વધી ચિંતા

PC: sky.com

અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે ભારતની દવા કંપનીના આઈ ડ્રોપથી 3 લોકોના મોત થઈ ગયા છે અને 8 લોકોની આંખોનો પ્રકાશ જતો રહ્યો છે. ડ્રાઈ આઈ સિન્ડ્રોમ માટે યુઝ થનારી ભારતીય દવા એજરીકેર જે એક આર્ટિફિશિયલ ટીયર્સ છે, આંખોમાં સંક્રમણનું જોખમ વધારી દે છે. તેનાથી આંધળાપણું અને અહી સુધી કે મોતનું જોખમ છે. નવો બેક્ટેરિયા સ્ટ્રેન અમેરિકામાં મળવાથી અમેરિકાની ચિંતા વધારે છે કેમ કે તેનાથી પહેલા આંખોને ડેમેજ કરનારા બેક્ટેરિયા અમેરિકામાં મળ્યા નહોતા.

ભારતથી આયાતીત આઈ ડ્રોપમાં મળેલી દવા પ્રતિરોધી બેક્ટેરિયા અમેરિકન લોકો માટે જોખમ બની ગયા છે. CDTએ એક નિવેદન જાહેર કરીને ભલામણ કરી કે ડૉક્ટર અને દર્દી એજરીકેર આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરવાનું બંધ કરી દે કેમ કે તેનાથી આંખોમાં સંક્રમણ થઈ શકે છે, જેના કારણે દૃષ્ટિ હાનિ, હૉસ્પિટલમાં દાખલ થવું અને મૃત્યુ થઈ શકે છે. બીજી તરફ ચેન્નાઇના દક્ષિણી શહેરમાં સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેરનું કહેવું છે કે આઈ ડ્રોપના શેષ લૉટ માટે સ્વૈચ્છિક રિકોલ જાહેર કરી દીધો છે, જેથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં એજરીકેર LLC અને ડેલસમ ફાર્મા દ્વારા વિતરીત કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં ભારતીય દવા કંપનીના એક આઈ ડ્રોપથી હાહાકાર મચી ગયો છે. આ આઈ ડ્રોપના ઉપયોગથી અમેરિકામાં 3 લોકોના જીવ જઈ ચૂક્યા છે. અમેરિકામાં ઉચ્ચ ચિકિત્સા દેખરેખ એજન્સીએ આ આઈ ડ્રોપમાં અત્યધિક દવા પ્રતિરોધી બેક્ટેરિયા હોવાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી છે. એક અખબારે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC)નો સંદર્ભ આપતા આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ આ આઈ ડ્રોપના ઉપયોગથી 8 લોકોમાં આંધળાપણું અને ડઝનો સંક્રમણના કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે.

ભારતીય કંપનીએ અમેરિકામાં મોત સાથે લિંક સામે આવ્યા બાદ આઈ ડ્રોપનું પ્રોડક્શન બંધ આકરી દીધું છે. CDCએ વાતને લઈને ખૂબ જ ચિંતિત છે કે અમેરિકામાં આ અગાઉ આ સ્ટ્રેન મળ્યો નથી. એવામાં સમસ્યા એ છે કે અમેરિકામાં ઉપસ્થિત એન્ટિબાયોટિક દવાઓથી તેની સારવાર કરવાનું ખૂબ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈથી લગભગ 40 કિલોમીટર દૂર દક્ષિણમાં સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે ફેબ્રુઆરીમાં અમેરિકન બજાર સાથે જોડાયેલા આઈ ડ્રોપનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેણે સ્વેચ્છાએ ઉપભોક્તા સ્તર પર EzriCare આર્ટિફિશિયલ ટીયર્સ અને ડેલસમ ફાર્માના આર્ટિફિશિયલ ટીયર્સના બધા વેચવામાં આવેલા લૉટ પરત લઈ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp