
સામાન્ય રીતે, જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બિલ્ડીંગના ચોથા કે પાંચમા માળેથી પડે છે, ત્યારે નુકસાન તો થાય જ છે. અને ક્યારેક મોટાભાગના જીવિત વ્યક્તિની સાથે અપ્રિય ઘટનાઓ બને છે. જો તેઓ કોઈક રીતે બચી જાય તો પણ ઘણા મહિનાઓ સુધી તેમના પગ પર ઊભા રહેવું લગભગ અશક્ય બનતું હોય છે. પરંતુ તાજેતરમાં એક વ્યક્તિ 19મા માળેથી નીચે પડ્યા બાદ પણ ચમત્કારિક રીતે બચી ગયો હતો. આટલું જ નહીં પરંતુ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે તે પોતાના પગેથી ચાલીને ગયો હતો. અકસ્માત બાદ જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે.
જ્યારે દારૂના નશામાં ધૂત વ્યક્તિ 19મા માળેથી પડ્યો ત્યારે તે નીચે પાર્ક કરેલી કારની ઉપર પડ્યો હતો. કાર ખરાબ રીતે કચડાઈ ગઈ હતી, પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તે વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ જોયું કે, તે સીધો કારની ઉપર ઉભો હતો. આ પછી, જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે પોતાના પગેથી ચાલી રહ્યો હતો.
આટલા ભયંકર અકસ્માત બાદ ચમત્કારિક રીતે બચી ગયા પછી જ્યારે તે વ્યક્તિને હોસ્પિટલ લઇ જતા હતા ત્યારે તે વખતે તે વ્યક્તિ ગીત ગાતો જોવા મળ્યો હતો. આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. લોકો પૂછે છે કે, તે માણસ છે કે સુપરમેન. એક વીડિયોમાં તે વ્યક્તિ પડી રહ્યો છે જ્યારે બીજા વીડિયોમાં પોલીસ તેને કચડાઈ ગયેલી કારમાંથી બહાર કાઢી રહી છે.
એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક મીડિયાને કહ્યું, 'તે એક ચમત્કાર હતો, આટલી મોટી ઊંચાઈ પરથી પડ્યા પછી પણ તે ખરેખર ખુશ જણાતો હતો અને એવી રીતે ફરતો હતો કે, જાણે કંઈ થયું જ ન હોય. તે ગીત પણ ગાતો હતો.' એમ્બ્યુલન્સ સ્ટાફે જણાવ્યું કે, તે હોસ્પિટલ સુધી આખા રસ્તે ગીત ગાતો રહ્યો. અકસ્માત બાદ ત્યાં હાજર રહેલા લોકો ભયના કારણે તેની નજીક જઈ રહ્યા ન હતા.
A 40 yr old Russian Man fell from the 19th floor onto a parked car and survived.
— LonerMonkey ↙️ (@lonermonkeyy) April 5, 2023
According to witnesses, he was very drunk and was singing when he was hospitalized. #Mahadev 🙏🙏🙏🙏 pic.twitter.com/ZmDEI7N0Cg
સ્થાનિક મીડિયા અનુસાર, 40 વર્ષીય આર્થરે કહ્યું કે, તેણે બાલ્કનીમાંથી સંતુલન ગુમાવ્યું અને પડી ગયો. તેણે જણાવ્યું કે, નશાની હાલતમાં તે ભૂલથી એવી બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો, જ્યાં તે રહેતો ન હતો. આર્થરે કથિત રીતે જણાવ્યું હતું કે, તે તેના બ્રેકઅપ પછી ડિપ્રેશનને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
The Russian man from Voronezh fell down from 19th floor on someone’s car. Got minor injuries pic.twitter.com/NHyCS9gv9s
— Sooo Nastya (@1234friday) April 4, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp