26th January selfie contest

મહિલા ટીચરે સારા માર્ક્સની લાલચ આપી 16 વર્ષીય સ્ટુડન્ટ સાથે કર્યો રેપ

PC: sgfcitizen.org

એક મહિલા ટીચરે ગુરુ-શિષ્ય પરંપરાના સંબંધને શર્મસાર કર્યા છે. ટીચરે સ્ટુડન્ટને સારા ગ્રેડની લાલચ આપીને તેની સાથે બેવાર રેપ કર્યો. ટીચરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ટીચરે પોતાના ફ્રેન્ડના ઘરમાં સ્ટુડન્ટનું યૌન શોષણ કર્યું. મામલો અમેરિકાના મિસૌરીનો છે. અહીં 26 વર્ષીય ટીચર લીના સ્ટેવાર્ટ પર સેક્સુઅલ કોન્ટેક્ટ અને સેક્સુઅલ મિસકંડક્ટના ત્રણ મામલા દાખલ કરવામાં આવ્યા છે. KY3 ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, લીના સ્ટેવાર્ટે ઓક્ટોબર, 2022માં 16 વર્ષના સ્ટુડન્ટનો રેપ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, ટીચર લીના સ્ટેવાર્ટ સ્ટુડન્ટને એ વાતની લાલચ આપતી હતી કે, જો તે તેની સાથે સેક્સુઅલ ડિમાન્ડ પૂરી કરતો રહેશે તો તેને સારા ગ્રેડ મળશે. સ્ટુડન્ટે દાવો કર્યો કે, આ કારણે જ ટીચર તેની સાથે ક્લાસમાં વધુ કડક વલણ રાખતી નહોતી, તેને વધુ હોમવર્ક પણ મળતું ન હતું.

મામલો ઓક્ટોબર મહિનાનો છે ત્યારે સ્ટુડન્ટ માત્ર 16 વર્ષનો હતો અને ત્યાંના કાયદા અનુસાર, તે સગીર પણ હતો. ઈન્વેસ્ટિગેશનમાં સ્ટુડન્ટે જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન ટીચર તેની સાથે ખૂબ જ ઉદાર રહેતી હતી. તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. બંનેની પહેલી મુલાકાત એક અન્ય સ્ટુડન્ટના ઘરે થઈ. ત્યારબાદ બેવાર ટીચરે સ્ટુડન્ટ સાથે મુલાકાત કરી અને સેક્સુઅલ રિલેશન બનાવ્યા. બંનેવાર ટીચર પોતાની કારમાં આવી અને સ્ટુડન્ટને સાથે લઈ ગઈ. પહેલી મુલાકાતના સમયે ટીચરે સ્ટુડન્ટને કિસ કરી અને તેને કપડાં ઉતારવા માટે કહ્યું. આ સાંભળીને સ્ટુડન્ટ ગભરાઈ ગયો હતો. તેની આંખમાં આંસુ આવી ગયા હતા. તેણે ટીચરને કહ્યું, તે અનકર્મ્ફેટબલ અનુભવી રહ્યો છે, તેને ઘરે જવા દે. પરંતુ, તે ના માની. બીજી મુલાકાત દરમિયાન, તેણે કિસ કરી, કપડાં ઉતાર્યા અને એકબીજા સાથે ઓરલ સેક્સ કર્યું. સેક્સુઅલ રિલેશન બનાવ્યા.

સ્કુલ પ્રશાસનને જ્યારે આ અંગે જાણકારી મળી તો ટીચરને લીવ પર મોકલી આપી. પ્રશાસને કહ્યું, અમે અનુચિત આચરણના કોઈપણ આરોપને ગંભીરતાથી લઈએ છીએ, આથી જ્યારે ડિસેમ્બરમાં એક આરોપ લાગ્યો હતો ત્યારથી તેને લીવ પર મોકલી આપવામાં આવી હતી. અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

અમેરિકા, કેનેડા અને યુરોપના ઘણા દેશોમાં મહિલા ટીચર્સ દ્વારા સગીર વિદ્યાર્થીઓ સાથે સેક્સુઅલ રિલેશન બનાવવાના મામલા સતત સામે આવી રહ્યા છે. આ ઘટનાઓથી ત્યાંના પેરેન્ટ્સ ખૂબ જ ચિંતિત છે. થોડાં દિવસ પહેલા એક મહિલા ટીચરની પોતાના 14 વર્ષના એક સગીર વિદ્યાર્થી સાથે રેપ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 27 વર્ષીય રિચેલ જેનડ્રોન પર એ પણ આરોપ હતો કે તે પોતાના ટોપલેસ અને ન્યૂડ ફોટા પણ આ છોકરાને મોકલતી હતી. મહિલા ટીચરે આ વિદ્યાર્થીને MMS પણ મોકલ્યા હતા જે અશ્લીલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp