મહિલા ટીચર સગીર વિદ્યાર્થી સાથે જબરદસ્તી સંબંધ બાંધતી, 9 વર્ષ પછી ધરપકડ

PC: aajtak.in

શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધ પર કલંક લગાવે તેવી એક ઘટના સામે આવી છે. શિક્ષકનું કામ તેના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને ડિસિપ્લિન શીખવવાનું હોય છે અને તેમના સારા ભવિષ્ય માટે તેમના શીખ આપવાનું હોય છે. પણ જ્યારે, શિક્ષક જ તેના વિદ્યાર્થીનું યૌન શોષણ કરે એ વાત શિક્ષકના નામ પર એક ધબ્બો લગાવે છે.

એક મહિલા ટીચર પર પોતાના સ્ટુડન્ટના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીએ કહ્યું કે, ટીચરે બે મહિનાથી વધારે સમય સુધી સગીર સ્ટુડન્ટનું શોષણ કર્યું હતું. હવે તે ટીચર પર યૌન ઉત્પીડન અને રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ અમેરિકાના ડેલાવેયર રાજ્યનો છે.

42 વર્ષની આરોપી મહિલા ટીચરનું નામ રીડ મેસર છે. તે 8મા ધોરણ સુધીના સ્ટુડન્ટને ભણાવતી હતી. હાલમાં જ સાઉથ કેરોલાઇના પોલિસે તેની એક નાબાલિક સ્ટુડન્ટના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી છે. હાલ, કેસની તપાસ ચાલી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સ્ટેટ પોલીસ ક્રિમિનલ ઇનવેસ્ટિગેશન યુનિટને 23મી ડિસેમ્બર, 2022ના રોજ ફેમેલી સર્વિસના ડેલાવેયર ડિવિઝનમાંથી એક રિપોર્ટ મળ્યો હતો. તેમાં ટીચર રીડ મેસર પર લગભગ 9 વર્ષ પહેલા એક સ્ટુડન્ટની સાથે જબરદસ્તી સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો હતો.

પોલીસે કહ્યું કે, તપાસકર્તાઓને ખબર પડી છે કે, યૌન શોષણ ઓક્ટોબર, 2014માં શરૂ થયું હતું અને લગભગ બે મહિના સુધી ચાલ્યું હતું. કેસ સામે આવ્યા પછી ગઇ 26મી એપ્રિલના રોજ મેસર વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જારી થયું છે. ત્યાર બાદ પોલીસે મેસરની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

તેના વિરૂદ્ધ યૌન ઉત્પીડન, રેપ, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કેસના ખુલાસા બાદ તેને સ્કુલમાંથી કાઢી મૂકવામાં આવી છે. સ્કુલ પ્રશાસને તેના પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા આ એક્શન લીધા છે. હાલ આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાલ માટે કોર્ટે મેસરને સુધાર ગૃહમાં મોકલી છે. જોકે, અમેરિકામાં આ પ્રકારનો કોઇ પહેલો કેસ નથી. આ પહેલા પણ આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp