પાકિસ્તાનમાં પેસેન્જર બસમાં ભીષણ આગ, 16 લોકો જીવતા સળગતા મોત

PC: pardaphash.com

પાકિસ્તાનમાં ડીઝલ ડ્રમ લઇને જતી એક પીકઅપ વાન સાથે યાત્રી બસની ટકકર લાગવાને કારણે બસમાં બેઠેલા 16 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.

પાકિસ્તાનનના ફૈસલાબાદમાં એક મુસાફર બસમાં ભીષણ આગની ઘટના બની છે જેમાં 16 લોકોના મોત થયા છે અને 15 મુસાફરો ઘાયલ થયા છે, મોતને ભેટનારાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે આ યાત્રી બસે ડીઝલના ડ્રમને લઇ જતા એક પીકઅપ વાનને ટક્કર મારી હતી. સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને યાત્રીઓને બહાર કાઢી લીધા હતા જેને કારણે અનેક લોકોના જીવ બચી ગયા હતા.

જાણવા મળેલી વિગત મુજબ કરાચીથી ઇસ્લામાબાદ જઇ રહેલી બસમાં લગભગ 35થી 40 મુસાફરો હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જિલ્લા પોલીસ અધિકારી ડોકટર ફહદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ફૈસલાબાદના ઉત્તરી વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં શનિવારે બસમાં ભીષણ વિસ્ફોટ થયો અને વિકરાળ આગ ફાટી નિકળી હતી. મુસાફરોને લઇને જતી બસની ડીઝલ લઇને જતી પીકઅપ વાન સાથે ટકકર થઇ અને થોડી જ વારમાં બસમાં આગ લાગી હતી અને ક્ષણવારમામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

ગયા મહિનાની શરૂઆતમાં પણ પંજાબના રાજનપુર જિલ્લાના ફાઝિલપુર વિસ્તારમાં એક બસ પલટી ખાઇ જવાને કારણે એક મહિલા અને 2 બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનના ન્યૂઝ પેપરમાં સ્થાનિક ડેપ્યુટી કમિશ્નર રેહાન ગુલનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે શનિવારે રાત્રે વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં બસમાં આગ લાગી હતી.પોલીસે કહ્યું હતું કે એક ખાનગી બસ હતી જે આગને હવાલે થઇ ગઇ હતી. અત્યાર સુધી અધિકારીઓએ સત્તાવાર મોતનો આંકડો જાહેર કર્યો નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છ કે 16 લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત લોકોનો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ પાકિસ્તાનના ફૈસલાબાદમાં શનિવારે મોડી રાત્રે બસમાં આગ ફાટી નિકળી હતી ત્યારે મુસાફરો ઉંઘમાં હતા અને મોટાભાગના તો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.બસમાં એટલી ઝડપે આગ ફેલાઇ ગઇ હતી કે ઘણા મુસાફરોને બસમાંથી નિકળવાનો ચાન્સ જ મળ્યો, સ્થાનિક લોકોના કહેવા મુજબ મોતનો આંકડો વધી શકે છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp