પુતિનને મોટો ઝટકો! રશિયાની સીમા નજીક પહોંચ્યું NATO, આ દેશને બનાવ્યો સભ્ય

PC: cnbc.com

રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે સત્તાવાર રીતે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)માં સામેલ થવા જઈ રહ્યો છે. NATOના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટેનબર્ગનું કહેવું છે કે, ફિનલેન્ડ આજે આ સૈન્ય સંગઠનનો 31મો સભ્ય બનશે. આ સમાચાર રશિયા માટે ઝટકાની જેમ છે. સ્ટોલ્ટેનબર્ગે બ્રસેલ્સમાં NATOના વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, આ એક ઐતિહાસિક અઠવાડિયુ છે. કાલથી ફિનલેન્ડ NATOનો પૂર્ણ સભ્ય બની જશે. અમને આશા છે કે આગામી થોડા મહિનામાં સ્વીડન પણ NATOમાં સામેલ થશે.

તેમણે કહ્યું કે, અમે કાલે NATOના હેડક્વાર્ટરમાં પહેલી વખત ફિનલેન્ડનો ઝંડો ફરકાવીશું. એ ફિનલેન્ડની સુરક્ષા અને NATO બંને માટે શાનદાર દિવસ હશે. ફિનલેન્ડનો ધ્વજ સામેલ કરવા માટે ધ્વજારોહણ સમારોહ NATOના હેડક્વાર્ટરમાં મંગળવારે કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ ફિનલેન્ડે સ્વીડન સાથે NATOમાં સામેલ થવાની અરજી કરી હતી. એ સમયે તુર્કીએ ફિનલેન્ડની સભ્યતા પર વિટો કરી દીધો હતો, પરંતુ ત્યારબાદ તુર્કીએ ફિનલેન્ડની સભ્યતાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ સ્વીડનના નામ પર તે પાછળ હટી ગયો હતો.

તુર્કીનું કહેવું છે કે, ફિનલેન્ડ અને સ્વીડન બંને તેના દેશમાં સક્રિય આતંકી ગ્રુપને મદદ આપે છે, પરંતુ સ્વીડન અને ફિનલેન્ડે તેનાથી ઇનકાર કર્યો છે. ફિનલેન્ડની સીમા રશિયાથી નજીક આવેલી છે. એવામાં NATO હવે રશિયાના ઉત્તરમાં પણ પહોંચી ગયું છે. રશિયાને લાગે છે કે, જો તેનો કોઈ પાડોશી દેશ NATOમાં સામેલ થયો તો NATO દેશોના સૈનિક તેમની સીમા પાસે આવીને ઊભા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1939-45 વચ્ચે બીજું યુદ્ધ થયું હતું. ત્યારબાદ સોવિયત સંઘે પૂર્વી યુરોપના વિસ્તારથી સેનાઓ હટાવવાથી ઇનકાર કરી દીધો હતો.

વર્ષ 1948માં બર્લિનને પણ ઘેરી લીધું હતું. ત્યારબાદ અમેરિકાએ સોવિયત સંઘની વિસ્તારવાદી નીતિને રોકવા માટે વર્ષ 1949માં NATOની શરૂઆત કરી. જ્યારે NATO બન્યું ત્યારે 12 સભ્ય દેશ હતા, જેમાં અમેરિકા સિવાય બ્રિટન, ફ્રાંસ, કેનેડા, ઈટાલી, નેધરલેન્ડ, આઈસલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નૉર્વે, પોર્ટુગલ અને ડેનમાર્ક સામેલ છે. આજે NATOમાં 30 દેશ સામેલ છે. NATO એક સૈન્ય સંગઠન છે, જેનું ઉદ્દેશ્ય જોઇન્ટ સુરક્ષા નીતિ પર કામ કરવાનું છે. જો કોઈ બાહ્ય દેશ કોઈ NATO દેશ પર હુમલો કરે છે તો તેને બાકી સભ્ય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે અને તેની સુરક્ષા માટે બધા દેશ મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp