મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં ભીષણ આગ, 39 લોકો ભડથું થઇ ગયા, 100 ઘાયલ

PC: indiatv.in

મેક્સિકોથી હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, હજુ તો સોમવારે 71 જેટલા માઇગ્રન્ટ લોકોની અટકાયત કરીને માઇગ્રેન સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા અને થોડી જ વારમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી અને 39 લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અમેરિકા અને મેક્સિકન બોર્ડર પાસે બની છે. મૃતદેહોના ઢગલા થઇ ગયા છે.

અમેરિકા બોર્ડર નજીક મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝમાં એક માઇગ્રેશન સેન્ટરમાં ભીષણ આગ ફાટી નિકળી છે અને આ ભયાનક આગમાં 39 લોકો ભડથું થઇ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.. ચિહુઆહુઆ રાજ્યના નિવેદનને ટાંકીને, એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેક્સિકો અને અમેરિકાને જોડતા સ્ટેન્ટન-લેડ્રે બ્રિજની નજીક સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇગ્રેશન (INM) ના સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી.

વિકરાળ આગની ઘટનાને કારણે ફાયર ફાયટરો, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મૃતદેહોને કાઢીને સેન્ટરની  બહાર મુકવામાં આવી રહ્યા છે. ઘવાયેલા લોકોને સ્થાનિક 4 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક મોટી જીવલેણ ઘટના સામે આવી છે. અહીં, ટેક્સાસના અલ પાસો નજીક સિઉદાદ જુઆરેઝમાં અટકાયત કરાયેલા માઇગ્રન્ટ લોકોને રાખવામાં આવ્યા હતા, પરપ્રાંતીયોને અહીં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આગની ઘટનાને કારણે આખો વિસ્તાર ચીચિયારીઓ અને રડવાના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. મોતનું તાંડવ એટલું ખતરનાક હતું કે પળવારમાં ચિચિયારીનો ગુંજારવ દબાઇ ગયો હતો. આગની અગન જવાળૈ દુર દુર સુધી દેખાતી હતી.

સોમવારે મોડી રાત્રે લગભગ 71 સ્થળાંતર કરનારાઓને આ કેન્દ્રમાં લાવવામાં આવ્યા પછી તરત જ આ ઘટના બની હતી. આગનું કારણ અથવા પીડિતોની રાષ્ટ્રીયતા હજુ સુધી જાણી શકાઇ નથી. મીડિયા અહેવાલો અનુસાર.અલ પાસો ટેક્સાસથી રિયો ગ્રાન્ડે નદીની પેલે પાર સ્થિત મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝમાં તાજેતરના અઠવાડિયામાં લોકોનો ધસારો જોવા મળ્યો છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમેરિકન સરહદ પર મેક્સીકન ઇમિગ્રેશન સુવિધામાં આગ કે જેમાં 39 સ્થળાંતરીઓ માર્યા ગયા હતા તે સ્થળાંતરકારો દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમણે તેઓને દેશનિકાલ કરવામાં આવશે તે જાણ્યા પછી વિરોધમાં ગાદલાને સળગાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp