'પહેલા ફોન ચોર્યો અને પછી...', આ કપલની વાર્તા સાંભળીને કહેશો કે પ્રેમ હોય તો આવો

'પ્રેમમાં રહેલા લોકો તેમની મર્યાદાની બહાર નીકળી જાય છે.' સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાનની આ લાઇન તો તમે સાંભળી જ હશે. સીમા હૈદર સરહદ પાર કરીને ભારત આવી ગઈ, અંજુએ પણ એવું જ કર્યું અને પાકિસ્તાન પહોંચી ગઈ. દુનિયાના એક બાજુના લોકો બીજી બાજુના લોકોને પ્રેમ કરતા આવ્યા છે. કેટલાક કેસ 'સ્ટોકહોમ સિન્ડ્રોમ'ના પણ છે. આ સ્થિતિમાં કોઈ કોઈનું અપહરણ કરે છે અને અપહરણ કરનાર વ્યક્તિને તેના અપહરણકર્તા સાથે સહાનુભૂતિ કે પ્રેમ થઇ જાય છે. 'બ્યુટી એન્ડ ધ બીસ્ટ', 'રાવણ' અને 'હાઈવે' જેવી ફિલ્મો આના સારા ઉદાહરણ છે.
બ્રાઝિલના પ્રેમની આવી જ એક વિચિત્ર કહાની સામે આવી છે. એક છોકરી અને એક છોકરો છે. બંને એકબીજાને પ્રેમ કરે છે. આ વાર્તાની શરૂઆત ચોરીથી થઈ હતી. યુવતી લગભગ બે વર્ષ પહેલા છોકરાના મહોલ્લામાંથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈએ તેનો ફોન ચોરી લીધો હતો.
આ કોઈ ફિલ્મી વાર્તા નથી, જે વ્યુઝ મેળવવા માટે લખવામાં આવી હોય, આ વાસ્તવિકતા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઈમૈનુએલા નામની આ છોકરીનો ફોન જેણે ચોરી કર્યો હતો, તે વ્યક્તિ થોડા દિવસો પછી તેનો બોયફ્રેન્ડ બની ગયો. આ પ્રેમી જોડા એ જ આ સમગ્ર વાર્તા વિશે જણાવ્યું. મિલ્ટન નેવેસે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પર લગભગ અઢી લાખ વ્યૂઝ આવી ચૂક્યા છે.
આ ટ્વીટમાં તેણે કેપ્શન લખ્યું, 'આવું ફક્ત બ્રાઝિલમાં જ શક્ય છે.'
É só no Brasil mesmo….kkkkkkkkkkk. pic.twitter.com/EmrqKfUzZM
— Milton Neves (@Miltonneves) July 21, 2023
આ વીડિયોમાં ઈમૈનુએલા કહે છે કે, એક દિવસ તે તેના બોયફ્રેન્ડની ગલીમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં તેનો ફોન ચોરાઈ ગયો હતો. જે વ્યક્તિએ ચોરી કરી હતી તે જ પાછળથી તેનો બોયફ્રેન્ડ બની ગયો હતો. ત્યાર પછી તેના બોયફ્રેન્ડે જે કહ્યું તે સાંભળો, 'હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. હું સિંગલ હતો. જ્યારે મેં ફોન પર તેનો ફોટો જોયો, ત્યારે મેં મારી જાતને કહ્યું કે, તે કેટલી સુંદર છોકરી છે. આવી છોકરીઓ રોજેરોજ જોવા મળતી નથી. અને મને તેનો ફોન ચોરવા બદલ પસ્તાવો થયો.'
મીડિયા સૂત્રએ ચોર/બોયફ્રેન્ડને પૂછ્યું કે, 'તો તમે પહેલા છોકરીનો ફોન ચોર્યો અને પછી તેનું દિલ?', બોયફ્રેન્ડે કહ્યું, 'હા, બિલકુલ!'
બંને બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, ઈમૈનુએલાના માતા-પિતા હજુ આ સંબંધ માટે તૈયાર નથી. તે પોતાની દીકરીના લગ્ન ચોર સાથે કરવા માંગતા નથી. સારું, ચાલો આશા રાખીએ કે આ સમસ્યા પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને બંને એકબીજાને મળી જાય.
પરંતુ હાલમાં તો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે આના પર યુઝર્સની પ્રતિક્રિયા પણ જાણો. એક યુઝરે લખ્યું, 'મને સમજાતું નથી કે, જો તેની પાસે તેનો મોબાઈલ હતો, તો તેણે તેની સાથે તેના નંબરથી કેવી રીતે વાત કરી?', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'જ્યારે છોકરીનો ફોન તેની પાસે હતો, ત્યારે તેણે ફોન કેવી રીતે અનલૉક કરીને તેને ફોન કર્યો?', બીજાએ કમેન્ટ કરી, 'પ્રેમમાં કંઈ પણ થઈ શકે છે!',
આવા પ્રેમ વિશે તમારો શું અભિપ્રાય છે? શું તમે આ રીતે પ્રેમ કરી શકો છો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp