પેરિસમાં મઝા કરતા પાક.ના પૂર્વ આર્મી ચીફ બાજવાને એક સામાન્ય અફઘાનીએ લીધા આડેહાથ

PC: hindustannewshub.com

યુરોપમાં રજાની મજા માણી રહેલા પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફને અફઘાન નાગરીકના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવા પેરિસમાં એક જગ્યાએ પોતાની પત્ની સાથે બેઠા હતા ત્યારે એક અફઘાની નાગરીકે જાહેરમાં તેમનું અપમાન કર્યું હતું અને અફઘાનનિસ્તાનની સ્થિતિ માટે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે બાજવા પણ જવાબ આપે છે, પછી પત્ની સાથે ત્યાંથી નિકળી જાય છે.

સત્તા પરથી હટી ગયા બાદ પણ પાકિસ્તાન સેનાના પૂર્વ ચીફ જનરલ કમર જાવેદ બાજવાના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. વિદેશમાં રજાઓ ગાળવાના શોખીન બાજવાનું ફ્રાન્સની રાજધાની પેરિસમાં અપમાન થયું છે. વાસ્તવમાં,એક અફઘાન નાગરીકે બાજવા સાથે જાહેરમાં દુર્વ્યવહાર કર્યો છે. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પાકિસ્તાન અને બાજવાને જવાબદાર ગણીને ઉગ્રતાથી ફટકાર લગાવી હતી. આ દરમિયાન બાજવાની સાથે તેમના પત્ની પણ હાજર હતા અને બાજવાને પત્ની સામે શરમનો સામનો કરવો પડ્યો હતો. અફઘાન વ્યક્તિએ અફઘાનિસ્તાનમાં 2 લાખથી વધુ મૃત્યુ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં જેહાદની ઝુંબેશ શરૂ કરવા માટે પાકિસ્તાન  જવાબદાર છે.

પાકિસ્તાનની બહાર રજાની મજા માણવાનું પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ બાજવાને માટે મુશ્કેલ થઇ ગયું છે. આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનની આર્મીના પૂર્વ ચીફને પેરિસમાં એક અફઘાનીએ ખરાબ શબ્દોમાં ધોઇ નાંખ્યા હતા. અફઘાન નાગરીક અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવીને બાજવાને સંભળાવી રહ્યા હતા, ત્યારે બાજવાએ કહ્યું કે, હવે આર્મી ચીફ નથી રહ્યો.

પાકિસ્તાન અને બાજવા પર અફઘાન વ્યક્તિનો ગુસ્સો એમ જ ફુટી નિકળ્યો નહોતો.બ્રાઉન યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં 2001થી અત્યાર સુધીમાં 2 લાખ 43 હજાર લોકો માર્યા ગયા છે. તેમાંથી 70 હજારથી વધુ લોકો સામાન્ય નાગરિક છે. બાજવાને જોઈને અફઘાન વ્યક્તિનો ગુસ્સો બહાર આવી ગયો હતો.

વર્ષ 2021માં જો બાઇડન અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવી લીધી હતી અને ત્યારબાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનને જેલમાં ફેરવી દીધું છે. તેઓએ છોકરીઓના શિક્ષણ અને મહિલાઓના કામ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનોને દેશ છોડવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp