નવાઝ શરીફના મતે-પાકિસ્તાનની કંગાળી પાછળ આ 2 વ્યક્તિ જવાબદાર છે

PC: nation.com.pk

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના પ્રમુખ નવાઝ શરીફે કહ્યું છે કે દેશમાં હાલના સંકટ માટે પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજેન્સ એજન્સી ISIના પૂર્વ પ્રમુખ જવાબદાર છે, જેમણે વર્ષ 2018ની સામાન્ય ચૂંટણીમાં ધાંધલી કરીને ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારને સત્તામાં બેસાડી. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે, પૂર્વ સેના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા અને ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજેન્સ (ISI)ના પૂર્વ ડિરેક્ટર લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હામિદે પોતાની અંગત ઇચ્છાઓ અને ધૂનના કારણે પાકિસ્તાનને સંકટમાં ધકેલવાનું કામ કર્યું છે.

પાકિસ્તાનના વરિષ્ઠ PML-Nના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક બાદ ગુરુવારે લંડનમાં શાહબાઝ શરીફે મીડિયા સાથે વાતચીત કરતા PML-Nની સાર્વજનિક સભામાં પોતાના વર્ષ 2016ના ગુજરાંવાલા ભાષણને યાદ કર્યું, જેમાં તેમણે સીધી રીતે આરોપ લગાવ્યો હતો કે અધિકારી વર્ષ 2018માં પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ની સરકાર બનાવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, એ સમયે શાહબાઝ શરીફે સેનાના ઉચ્ચ અધિકારીઓ પર તેમની સરકારને હટાવવા, ઇમરાન ખાનને વડાપ્રધાનના રૂપમાં સ્થાપિત કરવા, મીડિયાનું મોઢું બંધ કરવા, ન્યાયપાલિકા પર દબાવ બનાવવા અને વિપક્ષી નેતાઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

શું તેઓ દેશની સ્થિતિ માટે જનરલ બાજવા અને જનરલ ફૈઝને જવાબદાર માને છે? એમ પૂછવામાં આવતા શાહબાઝ શરીફે કહ્યું કે, વાસ્તવિકતા બધા સામે છે. હવે કોઇ નામ કે ચહેરો છુપો નથી. પાકિસ્તાનને અંગત ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યું. એ દેશ સાથે કરવામાં આવેલું ક્રૂર મજાક હતું.’  પાકિસ્તાનના લોકો એ સેવાનિવૃત્ત જનરલોના ચહેરાઓ અને ચરિત્રથી સારી રીતે વાકેફ છે. જેમની બાબતે માનવામાં આવે છે કે તેઓ ‘બદલી’ પરિયોજનાને લાગૂ કરવા પાછળ હતા, જેની કલ્પના મૂળ રૂપે પૂર્વ ઇન્ટેલિજેન્સ જનરલ (સેવાનિવૃત્ત) શુજા પાશા, જનરલ (સેવાનિવૃત્ત) ઝહીર ઉલ-ઇસ્લામ અને તેમના સહયોગીએ કરી હતી.

પાકિસ્તાની અખબાર ડૉને નવાઝ શરીફના સંદર્ભે કહ્યું કે, લોકો વિરુદ્ધ કરવામાં આવેલી ખોટી વસ્તુઓ બાબતે દેશને બતાવવાની અને વસ્તુને સારી કરવાની મારી જવાબદારી છે. પોતાની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ, તેમજ પાર્ટી નેતાઓ સાથે બેઠક બાબતે શરીફે કહ્યું કે, તેમણે તેમની સાથે પાકિસ્તાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. પાકિસ્તાન મુશ્કેલીમાંથી બહાર નીકળશે અને અમે સુનિશ્ચિત કરીશું કે એમ થાય. પ્રગતિનો અમારો ટ્રેક રેકોર્ડ સાક્ષી છે અને એ સંભવ નથી કે અમે એવું નહીં કરી શકીએ.

PTI પ્રમુખ ઇમરાન ખાનને ‘પાગલ’ કરાર આપતા નવાઝ શરીફે કહ્યું કે, ઇમરાન સરકારના 4 વર્ષ દરમિયાન પ્રદર્શનની તુલના અમારી સરકારના 4 વર્ષના પ્રદર્શન સાથે કરવા પર તમને અંતર ખબર પડવા સાથે જ એ પણ દેખાઇ જશે કે કઇ રીતે તેમણે પાકિસ્તાનને બરબાદ કરી દીધું. પાકિસ્તાન ડેમોક્રેટ મુવમેન્ટ (PDM)એ પાકિસ્તાનને આ પાગલ વ્યક્તિથી બચવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ સરકાર બનાવી લીધી કેમ કે આ વ્યક્તિએ પાકિસ્તાન માટે વિનાશકારી સ્થિતિ ઉત્પન્ન કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp