ઓસામા બિન લાદેનનો ખાત્મો કરનાર અમેરિકાના પૂર્વ કમાન્ડરની ધરપકડ, જાણો કારણ

PC: twitter.com/mchooyah

પાકિસ્તાનના એબટાબાદ શહેરમાં ઘુસીને આતંકવાદી ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવનાર પૂર્વ અમેરિકી નેવી સીલ કમાન્ડર Robert J. O'Neillની અમેરિકાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેને કારણે દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. અમેરિકાના પૂર્વ કમાન્ડરને દારૂ પીને અભદ્ર વ્યવહાર કરવાના આરોપમાં ટેક્સાસ શહેરમાં ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ Robert J. O'Neillને ધરપકડના થોડા જ કલાકોમાં જામીન મળી ગયા હતા.

ધ ન્યુયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ, 47 વર્ષના રોબર્ટ પર બુધવારે ફ્રિસ્કોમાં ગુનો નોંધાયો હતો, તે પછી પૂર્વ કમાન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ધરપકડના 2 કલાક પછી Robert J. O'Neillને 2 લાખ 88 રૂપિયાના બોન્ડ પર મૂક્ત કરી દેવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પૂર્વ કમાન્ડરે એક લોંજમાં ભારે હંગામો કર્યો હતો જેને કારણે તેમની ધરપકડ થઇ હતી. એ હંગામો ત્યારે થયો હતો જ્યારે પૂર્વ કમાન્ડર એક પોડકાસ્ટ રેકોર્ડ કરી રહ્યા હતા.

જો કે Robert J. O'Neill વિવાદમાં આવ્યા હોય તેવું પહેલીવાર બન્યું નથી. પૂર્વ કમાન્ડર આ પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. તેમની પર જાહેરમાં અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. વર્ષ 2020માં જ્યારે અમેરિકા જ્યારે કોરાના મહામારીની ઝપેટમાં આવ્યું હતું,, ત્યારે પણ રોબર્ટે માસ્ક પહેરવાનો ઇન્કાર કરીને વિવાદ ઉભો કરી દીધો હતો.

આ પહેલા Robert J. O'Neillએ વર્ષ 2013માં એસ્ક્વાયર મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમણે મે 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં ઓપરેશન નેપ્ચ્યુન સ્પીયર દરમિયાન આતંકવાદી ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નોંધનીય વાત એ છે કે નીલ પોતે આ મિશનમાં સામેલ હોવાનો દાવો કરે છે, જેમાં ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ એ વાતનો હજુ સુધી કોઇ સત્તાવાર પુરાવો સામે આવ્યો નથી. અમેરિકાની સરકારે પણ નીલના દાવાને ક્યારેય સમર્થન આપ્યું નથી, જો કે બીજી તરફ અમેરિકાની સરકારે નીલના નિવેદનને ફગાવ્યું પણ નથી.

બીજી મેનો દિવસ અમેરિકા માટે બહુ ખાસ ગણાય છે. આ જ દિવસે એક ગુપ્ત ઓપરેશનમાં આતંકવાદી ઓસામા બિન લાદેનને પતાવી દેવામાં અમેરિકાને સફળતા મળી હતી.વિશ્વના સૌથી ખતરનાક ત્રાસવાદી ઓસામા બિન લાદેનને રવિવારે મધરાતે અમેરિકન સેનાએ પાકિસ્તાનમાં ઠાર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp