USના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધોનીને ગોલ્ફ રમવા આમંત્રણ આપ્યું, જુઓ Video

ભારતીય ક્રિકેટ ટીમના મહાન કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ભારત સુધી જ સીમિત નથી. બલ્કે આખી દુનિયામાં છે. ધોનીએ ક્રિકેટમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેના નેજા હેઠળ ભારત વનડે વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું છે. આવું કરનારો ધોની ભારતનો એકમાત્ર કેપ્ટન છે. ક્રિકેટ સિવાય ધોનીને અન્ય રમતો પણ પસંદ છે. ધોનીનો પહેલો પ્રેમ ફુટબોલ છે. આ ઉપરાંત તે ટેનિસ અને ગોલ્ફ રમવાનું પણ પસંદ કરે છે. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન હાલમાં અમેરિકા પહોંચ્યો હતો. યૂએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ધોની કાર્લોસ અને અલ્કારાઝની મેચ જોવા પહોંચ્યો હતો. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળી રહ્યો છે.
હાલના દિવસોમાં ધોની અમેરિકામાં છે. તેણે ટેનિસની મેચ જોવાની સાથે ગોલ્ફ રમવાની પણ મજા માણી. આ દરમિયાન ધોની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોવા મળ્યા. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિસ્ટરમાં ગોલ્ફ રમવા આમંત્રણ આપ્યું હતું.
ધોનીની નજીકના મિત્ર અને વ્યવસાયી હિતેશ સાંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું, ધોની, ડોનાલ્ડ ટ્રમ્પ અને રાજીવ નૈકની સાથે ગોલ્ફ. અમારી મેજબાની માટે આભાર પૂર્વ રાષ્ટ્રપતિ મહોદય.
પોતાની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સાંઘવીએ એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં ધોની અને ટ્રમ્પ સાથે મળીને ગોલ્ફ રમી રહ્યા છે. દુબઈ સ્થિત બિઝનેસમેન સાંઘની ધોનીની સાથે હતો અને તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ભારતના પૂર્વ કેપ્ટનની સાથે ઘણી તસવીરો શેર કરી છે. ધોનીના ગોલ્ફ રમતા પહેલા પણ ઘણાં વીડિયો સામે આવ્યા છે.
MS Dhoni playing golf with Donald Trump.
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
- The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
IPLની 16મી સીઝન જીત્યા પછી ધોનીએ પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછી તેણે થોડા મહિના સમય રિહેબમાં વિતાવ્યો હતો. હવે તે ફિટ થઇ ચૂક્યો છે. હાલમાં અમેરિકામાં તે પરિવાર સાથે વેકેશન પર છે.
Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni.
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
- Thala fever in USA....!!! pic.twitter.com/8V7Vz7nHMB
વર્લ્ડ ક્રિકેટમાં ધોનીની ગણતરી મહાન ખેલાડીઓમાં થાય છે. તેનું સૌથી મોટું કારણ ICC ઈવેન્ટ્સમાં કેપ્ટન તરીકે તેનું જોરદાર પ્રદર્શન રહ્યું છે. ભારતીય ટીમે તેની છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ધોનીના નેતૃત્વમાં જીતી હતી. તો 2011માં ટીમ ઈન્ડિયા ઘર આંગણે ધોનીના નેજામાં વનડે વર્લ્ડ કપ જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp