ડોનાલ્ડ ટ્રંપને કોર્ટે યૌન શોષણ કેસમાં દોષી ઠેરવ્યા, જાણો શું સજા મળી

PC: edition.cnn.com

અમેરિકાની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને યૌન શોષણના એક કેસમાં દોષી ઠેરવ્યા છે. તેમના પર ન્યુયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક મહિલાના યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આ મહિલાનું નામ ઇ જીન કેરોલ છે. તેણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર આ આરોપ લગાવ્યો હતો. ટ્રંપના આ આરોપોને ખારિજ કરી દીધા બાદ કેરોલે તેમના પર માનહાનિનો આરોપ પણ લગાવ્યો હતો. નિર્ણય સંભળાવનારી કોર્ટની જ્યુરીમાં છ પુરૂષ અને ત્રણ મહિલાઓ શામેલ હતી. જ્યુરીએ દંડના રૂપમાં કુલ 50 લાખ ડોલર કેરોલને ચૂકવવાનો આદેશ કર્યો છે. મેનહેટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ કલાક કરતા ઓછી સુનાવણી પછી આ નિર્ણય સંભળાવ્યો છે.

આ કેસની સુનાવણી 25મી એપ્રિલના રોજ શરૂ થઇ હતી. કેરોલે ટ્રંપ પર તેનું યૌન શોષણ કરવા અને તેની પરવાનગી વગર તેને ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બર્ડોફ ગુડમેન સ્ટોરમાં થઇ હતી. 79 વર્ષની કેરોલે કહ્યું કે, મેં પોતાના પર લાગેલા આ દાગને હટાવવા માટે અને સન્માનજનક જીવન જીવવા માટે ટ્રંપ વિરૂદ્ધ આ કેસ કર્યો હતો. તેણે કહ્યું કે, આજે દુનિયાને સત્ય ખબર પડી ગઇ છે. તે Elle પત્રિકામાં કોલમ લખતી હતી. તેણે લોકપ્રિય પત્રકાર હંટર એસ થોમ્પસનની બાયોગ્રાફી પણ લખી છે.

કોર્ટના નિર્ણય પછી કેરોલે કહ્યું કે, આ ફક્ત મારી જીત નથી પણ એ મહિલાની જીત છે, જેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે, લોકોએ તેની વાતો પર વિશ્વાસ ન કર્યો. કોર્ટેમાં તેનો પક્ષ રાખનારી વકીલ રોબર્ટા કેપલેને કહ્યું કે, કોઇ કાયદાથી ઉપર નથી હોતું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પણ તેનાથી ઉપર નથી. લાંબા સમય સુધી યૌન ઉત્પીડનની શિકાર મહિલાએ ડર અને લોકોના અવિશ્વાસનો સામનો કરવો પડ્યો છે. અમને આશા અને વિશ્વાસ છે કે, આજના કોર્ટના આ નિર્ણયથી આ દિવસ તુટશે.

ટ્રંપ સુનાવણી દરમિયાન અદાલતમાં હાજર ન રહ્યા. તેમણે આ કેસમાં પોતાનો પક્ષ પણ ન મૂક્યો. પણ, તેમણે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર કોર્ટના નિર્ણયની આલોચના કરી છે. 76 વર્ષના ટ્રંપે લખ્યું છે કે, મને આ વાતનો કોઇ અંદાજ નથી કે, આ મહિલા કોણ છે. આ નિર્ણય મારું અપમાન છે. તેમના વકીલે કહ્યું કે, તેમનો દાવો હતો કે, તેમનું દષ્કર્મ થયું છે. પણ જ્યુરીએ તેને ફગાવી દીધો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કેસમાં તેઓ અપીલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp