26th January selfie contest

ચંદ્ર પર પગ મુકનારા દુનિયાના બીજા નંબરના માણસે 93 વર્ષે ચોથા લગ્ન કર્યા

PC: facebook.com/buzzaldrin

તમે નીલ એલ્ડન આર્મસ્ટ્રોંગનું નામ સાંભળ્યું છે? એક અમેરિકન અવકાશયાત્રી અને એરોનોટિકલ એન્જિનિયર હતા જે 1969માં ચંદ્ર પર પગ મુકનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. નીલ હવે દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમના સાથીદાર અને ચંદ્ર પર પગ મુકનારા દુનિયાના બીજા નંબરના વ્યકિત હજુ જીવિત છે અને તેમણે પોતાની વર્ષગાંઠના દિવસે તેમનાથી ઉંમરમાં 30 વર્ષ નાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે.

બઝ એલ્ડ્રિને 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા છે. તેમની પત્ની ઉંમરમાં તેમનાથી 30 વર્ષ નાની વયની છે. બંને લાંબા સમયથી રિલેશનમાં હતા. હવેં એક ખાનગી સમારોહમાં બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. બઝ એલ્ડ્રિન ચંદ્ર પર પગ મુકનારા દુનિયાના બીજા નંબરના વ્યકિત છે. તેઓ એપોલો 11નો હિસ્સો હતા.પોતાની વર્ષગાંઠના દિવસે એલ્ડ્રિને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

ભૂતપૂર્વ અમેરિકન અવકાશયાત્રી બઝ એલ્ડ્રિને 93 વર્ષની વયે ચોથી વાર લગ્ન કર્યા છે. એલ્ડ્રિન કોઈ સામાન્ય અવકાશયાત્રી નથી તેઓ ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના બીજો વ્યક્તિ છે. 1969માં ચંદ્ર પર ઉતરેલા એપોલો 11 મિશનના ક્રૂમાં ત્રણ લોકો હતા, જેમાંથી એલ્ડ્રિન એકમાત્ર જીવીત છે અને તેઓ 20 જાન્યુઆરીએ જ 93 વર્ષના થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને પોતાના લગ્ન વિશે જાહેરાત કરી છે.

એલ્ડ્રિને પોસ્ટમાં જણાવ્યું છે કે તેમણે એક નાનકડા સમારંભમાં તેમના લોંગ ટાઇમ લવ ડોક્ટર અંકા ફોર સાથે લગ્ન કર્યા છે. આ કાર્યક્રમનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, મારા 93માં જન્મદિવસ પર મને લિવિંગ લેજેન્ડસ એવિએશન દ્રારાઅ સન્માનિત કરવામાં આવશે, મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે જેમની સાથે હું લાંબા સમયથી પ્રેમમાં હતો તેવા ડો. એંકા ફોર સાથે લગ્નના બંધનમાં જોડાઇ ગયો છું.

ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ, તેમણે આગળ કહ્યું છે કે અમે લોસ એન્જલસમાં એક નાનકડા ખાનગી સમારંભમાં લગ્ન કર્યા અને અમે ટીનેજરો જેટલા જ ઉત્સાહિત છીએ. એલ્ડ્રિનના ચોથા પત્ની 63 વર્ષના છે અને તેઓ બઝ એલ્ડ્રિન વેન્ચર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. બઝ એલ્ડ્રિન 1969માં ઐતિહાસિક એપોલો 11  મિશનનો હિસ્સો હતા.  દુનિયાના પ્રથમ અવકાશ યાત્રીસાથી નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર પર મુકતી વખતે એલ્ડ્રિને જે જેકેટ પહેર્યું હતું તેની ગયા વર્ષે 2.7 મિલિયન ડોલરમાં હરાજી કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર આ દંપતિને લોકો શુભેચ્છા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે,અભિનંદન, બઝ, અમે એ વાતનો જીવતો પુરાવો છીએ કે તમારો સાચો પ્રેમ શોધવામાં ક્યારેય મોડું થતું નથી અને ઉંમર માત્ર એક સંખ્યા છે.  Age Is Only Numbers.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp