આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાનને ફ્રાન્સે કરી મદદની જાહેરાત

PC: tribune.com.pk

આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન માટે ફ્રાન્સ તરફથી સારી ખબર છે. ફ્રાન્સે એલાન કર્યું છે કે, તે પાકિસ્તાનની ડૂબતી નૈયાને પાર લગાવવામાં મદદ કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, પૂરના સંકટમાંથી બહાર નીકળેલા પાકિસ્તાનની મદદ કરવા માટે મેક્રોન નાણાંકીય સંસ્થાઓ સાથે વાત કરવા માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આર્થિક મદદ પણ કરશે. જિનેવા મૂટ દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને પૂરની તબાહીથી ઉભારવા માટે ફ્રાન્સ તરફથી 360 મિલિયન યુરોની મદદ કરવામાં આવશે.

પૂરથી ભારે નુકસાનની ભરપાઇ કરવા માટે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રને સાથે લઇને વિશ્વ પાસેથી આર્થિક મદદની અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હાહાકાર મચાવનારા પૂરે એક તૃત્યાંશ દેશને પોતાની ચપેટમાં લીધો છે અને કરોડો લોકોના જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયા છે. લગભગ 80 લાખ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું. 1700 લોકોનું પૂરના કારણે મોત થયા છે. પૂરના કારણે પાકિસ્તાનનું જેટલું નુકસાન થયું છે, તેની ભરપાઇ કરવા માટે કમ સે કમ 16 અબજ ડોલરની જરૂર પડશે. એ કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર સતત મદદની અપીલ કરી રહ્યું છે.

પાકિસ્તાનની આ હાલત સુધારવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી બેલઆઉટ પ્રોગ્રામ હેઠળ 1.1 અબજ ડોલરના હપ્તાની રાહ જોવાઇ રહી છે. IMFના અધિકારીઓ પાસે પાકિસ્તાની સરકારની કેટલાક ચરણોમાં વાતચીત થઇ રહી છે. જિનેવામાં પણ કોન્ફરન્સ સાથે અલગ પાકિસ્તાનના નાણાંમંત્રી ઇશાક ડારની IMF અધિકારીઓ સાથે મુલાકાત થશે.

IMFના પ્રવક્તાએ આ વિશે કહ્યું કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રતિનિધિ પાકિસ્તાનના નાણાંમત્રી ઇશાક ડાર સાથે જિનેવામાં મુલાકાત કરશે. આ મુલાકાત જિનેવા મૂટ કોન્ફરન્સથી અલગ હશે. જ્યારે, IMFના પ્રવક્તાએ કહ્યું કે, સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જિવાની પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે વાતચીત થઇ. શરીફ સાથે વાતચીતમાં ક્રિસ્ટાલિના જોર્જિવાએ પૂર પીડિતો પ્રતિ સંવેદના વ્યક્ત કરી અને પૂરથી ઉભરવા માટે પાકિસ્તાનની કોશિશોની સરાહના પણ કરી.

પાકિસ્તાનમાં પૂરના કારણે મોટી સંખ્યામાં પાક બરબાદ થઇ રહ્યો છે, જેની અસર બજારમાં વેચાનારી અન્ય જરૂરિયાતો પર પણ જોવા મળી રહી છે. જ્યારે, પેટ ભરવા માટે સૌથી જરૂરી લોટ અને ચોખા એટલા મોંઘા થઇ ગયા છે કે, ગરીબો પેટ ભરવા માટે પણ તરસી રહ્યા છે. પાકિસ્તાનના રાવલપિંડી જેવા કેટલાક શહેરોમાં લોટની કિંમત 150 રૂપિયા કિલો સુધી પહોંચી ગઇ છે, જે ગરીબ લોકો માટે ચિંતાજનક છે. પાકિસ્તાનમાં જ્યાં ખાવાનો સામાન મોંઘો છે, પણ વિજળી સંકટ પણ ઉભું થયું છે. વિજળી સંકટના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. કેટલાક શહેરોમાં વિજળી ન આવવાના કારણે દુકાનદારોએ પોતાની દુકાનો સાંજે જલદી બંધ કરી દેવી પડે છે, જેના કારણે આર્થિક નુકસાન પણ તેઓ સહન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp