17 વર્ષીય નાહેલ... જેના મોત બાદ ભડકી પેરિસમાં હિંસા, મૈક્રોએ ઉતાર્યા 50000 જવાન

ફ્રાન્સની રાજધાની પેરિસ સહિત સમગ્ર દેશ છેલ્લાં 3 દિવસોથી ખતરનાક હિંસાનો સામનો કરી રહ્યો છે. 17 વર્ષીય યુવક નાહેલના મોત બાદ ફ્રાન્સમાં આજે જે થઈ રહ્યું છે, તેને છેલ્લાં એક દાયકામાં સૌથી ભયાનક દંગા ગણાવવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારી અહીં ખુલ્લેઆમ અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદ સુધી બેકાબુ થઈ ચુકી છે કે, પ્રદર્શનકારીઓના મનમાં પોલીસનો કોઈ ડર જ નથી. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી લૂંટફાટ અને આગજનીમાં અબજોનું નુકસાન થઈ ચુક્યુ છે.
પ્રદર્શનકારી હાલ બધુ જ સળગાવી મુકવા પર ઉતારુ થયા છે. ફ્રાન્સમાં આ દંગાને અટકાવવા માટે 50 હજાર પોલીસ તહેનાત કરવામાં આવી છે. પરંતુ, પ્રદર્શનકારીઓને કોઇનો પણ ડર નથી. તેઓ લૂંટફાટ કરી રહ્યા છે અને તેના માટે તેઓ હાઈ સ્પીડ કારથી શોપિંગ મોલનો ગેટ તોડતા પણ અચકાતા નથી. પ્રદર્શનકારીઓ દરવાજા તોડવા માટે ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે અને દરવાજો તૂટતા જ ભીડ અંદર ઘૂસવા માંડે છે.
પેરિસમાં હિંસાથી બસ ટ્રાન્સપોર્ટ થપ્પ થઈ ગયુ છે અને ડઝનો બસો બરબાદ થઈ ચુકી છે. પ્રદર્શનકારીઓના નિશાના પર દુકાન, ઓફિસ, બેંક, શોપિંગ મોલ, લાઇબ્રેરી અને સ્કૂલ છે. પરિસ્થિતિ બગડતી જોતા ફ્રાન્સાના PMએ મંત્રીઓ સાથે બેઠક બાદ જાહેરાત કરી છે કે, ફ્રાન્સમાં ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી શકે છે. દંગાના ત્રીજા જ દિવસે 249 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા તેમજ પોલીસ 875 લોકોની ધરપકડ કરી ચુકી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને બાળકોના ખરાબ ઉછેરને દોષ આપ્યો છે.
એક આરએટીપી ટ્રાન્સપોર્ટ ઓપરેટરે કહ્યું કે, પેરિસ ક્ષેત્રની બસ અને ટ્રામ લાઇનો શુક્રવારે સંપૂર્ણરીતે બાધિત રહી. એક ડેપોમાં આખી રાતમાં એક ડઝન વાહનોને આગ લગાવી દેવામાં આવી અને કેટલાક રસ્તા અવરોધ અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા. પૂર્વી શહેર સ્ટ્રાસબર્ગમાં શુક્રવારે દિવસના અજવાળામાં લૂંટફાટ થઈ, જ્યાં દંગાખોરોએ એક એપ્પલ સ્ટોર અને અન્ય દુકાનોને નિશાનો બનાવી. પર્યટકોની વચ્ચે લોકપ્રિય વિએક્સ-પોર્ટ જિલ્લામાં યુવાઓ દ્વારા પોલીસ વાહનો પર પથ્થરમારા બાદ પોલીસે શુક્રવારે સાંજે દક્ષિણી શહેર માર્સિલેમાં ટીયર ગેસનો ઉપયોગ કર્યો. પેરિસ ક્ષેત્રના ઓછામાં ઓછાં ત્રણ શહેરો અને દેશના અન્ય ઘણા શહેરોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈક્રોએ યુરોપીય સંઘના શિખર સંમેલનમાંથી પાછા આવીને ઇમરજન્સી બેઠક કરી અને યુવકના મોતની ટીકા કરી. વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને દેશભમાં મોટાપાયા પર થનારા કાર્યક્રમોને રદ્દ કરવાની જાહેરાત કરી. સતત થઈ રહેલી હિંસા બાદ કેટલાક માર્ગો પર બસો અને ટ્રામોને રાત્રે 9 વાગ્યા બાદ ચલાવવાનું બંધ કરી દીધુ છે. સરકારે મોટા ફટાકડા અને જ્વલનશીલ તરલ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.
ફ્રાન્સમાં આ હિંસા મંગળવારે ભડકી, જેના કારણે રાજધાની પેરિસની નજીક આવેલા નાનટેરેમાં 17 વર્ષીય છોકરાનું ગોળી વાગવાથી મોત થયુ છે. પોલીસનું કહેવુ છે કે, મરનારો યુવાન ખોટી રીતે કાર ચલાવી રહ્યો હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. જ્યારે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો તો ગોળી ચલાવવી પડી. મરનારો સગીર આફ્રિકી મૂળનો હતો. પરંતુ, પોલીસની પોલ ઘટનાના વીડિયોએ ખોલી દીધી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નાનટેરેના રસ્તા પર બે પોલીસ ઓફિસર પીળા રંગની કારને રોકીને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન બોલાચાલી થાય છે અને ડ્રાઇવર અચાનક કારને ફાસ્ટ દોડાવે છે. ત્યારે પોલીસ ઓફિસર ડ્રાઇવરના માથામાં ગોળી મારી દે છે અને આ કાર આગળ જતા દીવાલ સાથે અથડાય છે. 17 વર્ષીય સગીર ઘટના સ્થળ પર જ દમ તોડી દે છે.
પોલીસે દાવો કર્યો છે કે, મરનારા સગીર છોકરા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું અને પોલીસે જ્યારે તેને રોક્યો તો તેણે ઓફિસરને કચડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, ઘટનાનો વીડિયોએ પોલીસે ખોટો સાબિત કરી દીધો અને લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને પેરિસ સહિત સમગ્ર ફ્રાન્સમાં આગજની અને લૂટફાટ શરૂ થઈ ગઈ. ફ્રાન્સમાં દંગા થતા રહે છે. ક્યારેક અહીં ફુટબોલની ગેમમાં મોરક્કોની હાર પર હિંસા થાય છે, તો ક્યારેક પેન્શન રિફોર્મ બિલ પર હંગામો થઈ જાય છે. મૌક્રોને માતા-પિતાઓને નાની ઉંમરના દંગાખોરોની જવાબદારી લેવાનો આગ્રહ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, દંગાખોરોની ભીડમાં એક તૃતિયાંશ લોકો યુવા અથવા સગીર છે. મૈક્રોને ટિકટોક અને સ્નેપચેટ જેવી સેવાઓના માધ્યમથી ફેલાતી અપરાધ પ્રેરિત હિંસાને રોકવા માટે લોકોને અપીલ કરી છે.
ગોળીબારી બાદ પોતાના પહેલા વીડિયો ઇન્ટરવ્યૂમાં નાહેલની માતા મૌનિયાએ ફ્રાન્સની ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું, હું પોલીસને દોષ નથી આપતી, હું એક વ્યક્તિને દોષી ગણાવુ છું. જેણે મારા દીકરાનો જીવ લીધો. તેણે કહ્યું કે, 38 વર્ષીય આરોપી પોલીસ અધિકારી પર હત્યાનો આરોપ લગાવ્યો, જેને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મૌનિયાએ કહ્યું, જે પોલીસવાળાએ ગોળી મારી, તેણે એક અબજ ચેહરા જોયા, એક નાના બાળકને જોયો અને તેનો જીવ લેવા ઇચ્છતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp