દુનિયાની ઊંચી-ઊંચી બીલ્ડિંગ પર સ્ટંટ કરનારા ડેરડેવિલનું 68મા માળેથી પટકાતા મોત

રેમી લ્યૂસિડી સ્ટંટમેન હતો. પોતાના સ્ટંટથી જાણીતા 30 વર્ષીય ફ્રેંચ ડેરડેવિલનું હોંગકોંગની એક 68માં માળની બિલ્ડિંગથી પડ્યા બાદ મોત થયું છે. રેમી ટ્રેંગુંટર ટાવર કોમ્પ્લેક્સ પર ચઢી રહ્યો હતો ત્યારે તે પડી ગયો. તેનું ઘટનાસ્થળે જ નિધન થયું. મીડિયા રિપોર્ટ અનુસાર, રેમીનો પગ લપસી ગયો અને તે પડી ગયો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે કે તે ઉપરના માળના પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયો હતો. હોંગકોંગના અધિકારીઓ અનુસાર, રેમીને સાંજે 6 વાગ્યાની આસપાસ આ બિલ્ડિંગમાં જોવામાં આવ્યો હતો. તેણે ગેટ પર ગાર્ડને જણાવ્યું કે તે 40માં માળે તેના એક મિત્રને મળવા આવ્યો છે.
બાદમાં જાણ થઇ કે રેમીને તે બિલ્ડિંગમાં કોઈ ઓળખતું નહોતું. ગાર્ડે જ્યારે તેને રોકવાની કોશિશ કરી ત્યાં સુધીમાં રેમી લિફ્ટમાં જઈ ચૂક્યો હતો.
પેન્ટહાઉસની બારી પાસેથી માગી મદદ
સીસીટીવીમાં જોવા મળ્યું કે રેમી 49માં માળે જાય છે અને પછી બિલ્ડિંગના ટોપ પર દાદરથી ચઢીને જાય છે. સાંજે 7.38 વાગ્યે રેમીને બિલ્ડિંગના પેન્ટહાઉસની બારી પાસે જોવામાં આવ્યો. ત્યાં કામ કરતી મહિલાએ ત્યાર પછી પોલીસને જાણ કરી. રેમી પેન્ટહાઉસની બહાર ફસાયો હતો અને પોતાનું સંતુલન ગુમાવતા પહેલા તેણે બારી થોકીને મદદ માગવાની કોશિશ કરી હતી. પણ એ પહેલા જ રેમીનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો.
પોલીસને મળ્યા સ્ટંટના વીડિયો
પોલીસને ઘટના સ્થળેથી રેમીનો કેમેરો મળ્યો. જેમાં તેના સ્ટંટના ઘણાં વીડિયો હતા. પોલીસે મોત કઈ રીતે થયું તેનું કારણ આપ્યું નથી. રેમી સાથે વાત કરવાનો દાવો કરનારા એક વર્કરે કહ્યું, જ્યારે મેં તેને પૂછ્યું કે તે ક્યાં જઇ રહ્યો છે તો તેણે મને કહ્યું કે તે પહાડ પર ચઢવા જઇ રહ્યો છે.
પોતાના નિધનના થોડા ક્ષણો પહેલા રેમીએ હોંગકોંગની ઊંચી ઈમારતોની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રેમી પેન્ટહાઉસની બહાર ફસાયો હતો અને મદદ માગી રહ્યો હતો. પણ એમાં તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને નીચે પડી ગયો. ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હતું. પોલીસને તેના કેમેરાંથી સ્ટંટના ઘણાં વીડિયો પણ મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp