આ દેશમાં ઈચ્છા મૃત્યુ કાયદાને મળી મંજૂરી, લોકો મરવા માટે મદદ માગી શકશે

PC: blog.ipleaders.in

ઇચ્છા મૃત્યુને લઇને આખા વિશ્વમાં ધમાલ મચેલી છે. એક પક્ષ ઇચ્છા મૃત્યુને સમર્થન આપે છે તો બીજી બાજુ અમુક લોકો તેને ખોટું માને છે. જોકે, ઘણા બધા દેશો ઇચ્છા મૃત્યુને માન્યતા આપી ચૂક્યા છે, જેમાં હવે એક વધુ દેશ પણ જોડાયો છે. યુરોપિયન દેશ પોર્ટુગલના સાંસદે ઇચ્છા મૃત્યુને કાયદાકીય માન્યતા આપી દીધી છે. અહીં, 18 વર્ષથી વધારે ઉંમરના લોકો મોત માટે સહાયતા માગી શકે છે. પણ તે લોકોએ અમુક શરતોનું પાલન કરવું પડશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, દેશે લાંબી લડાઇ લડ્યા બાદ શુક્રવારના રોજ આ કાયદાને મંજૂરી આપી છે. તેમાં કહેવાયું છે કે, એ લોકો જ ઇચ્છા મૃત્યુ માગી શકે છે કે, જે લોકો અસહનીય પીડા સાથે લડી રહ્યા છે અને એ બિમારીનો ઇલાજ શક્ય નથી. રૂઢિવાદી રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સાસાએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ ઘણા ધાર્મિક છે. જોકે, મોટી સંખ્યામાં લોકો ઇચ્છા મૃત્યુના સપોર્ટમાં પણ આવ્યા હતા. જેના કારણે હવે તેને કાયદાકીય માન્યતા મળી ચૂકી છે.

કાયદાની જોગવાઇ અનુસાર, 18 વર્ષની ઉંમરથી વધારેના લોકો મરવા માટે સહાયતાનો અનુરોધ ત્યારે જ કરી શકે છે કે, જ્યારે તેઓ ગંભીર બિમારીથી પિડાઇ રહ્યા હોય ને અસહનીય પિડામાં હોય. આ ફક્ત સ્થાયી અને અસહનીય દર્દથી પિડાતા લોકો માટે જ છે. આ નિર્ણયને લેવા માટે એ લોકો યોગ્ય માનસિક રૂપે સ્વસ્થ પણ હોવા જોઇએ. આ કાયદો ફક્ત નાગરિકો અને કાયદા નિવાસિઓ પર જ લાગૂ પડે છે. કોઇ વિદેશી અહીં ઇચ્છા મૃત્યુ માટે મદદ માગવા માટે ન આવી શકશે.

પાછલા ત્રણ વર્ષમાં સરકારે ઇચ્છા મૃત્યુના બિલને ચાર વખત સંમતી આપી છે. પણ દરેક વખતે રાષ્ટ્રપતિના વિરોધના કારણે સંવૈધાનિક સમીક્ષા માટે તેને પાછો મોકલી આપવામાં આવતું હતું. સંસદમાં બહુમતમાં હાજર સમાજવાદીઓએ તેનું સમર્થન કર્યું છે. ઇચ્છા મૃત્યુને કાયદો બનાવવાનું સમર્થન કરનારા સાંસદ ઇઝાબેલ મોરેરાએ કહ્યું કે, અમે આ કાયદાની પુષ્ટી કરીએ છીએ, જેને આ પહેલા પણ મોટા બહુમત સાથે મંજૂરી મળી ચૂકી છે. રાષ્ટ્રપતિ હવે તેની ઘોષણા કરી શકે છે. મોરેરાનું કહેવું છે કે, આખરે આપણે લાંબા સમયથી ચાલતી આ લડાઇના અંતમાં આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp