પતિના મોઢામાંથી એવી વાત નીકળી કે,પત્નીએ 4 દિવસ પછી મોઢું ઢાંકીને લીધો ભયંકર બદલો

PC: mothership.sg

એક મહિલાએ તેના પતિને ખુબ જ ભયાનક સજા આપી છે. તેના પતિએ તેને કહ્યું હતું કે, કદાચ તે તેને છૂટાછેડા આપવા માંગતો હતો. ત્યાર પછી મહિલાએ તેના પર ઉકળતું પાણી રેડ્યું હતું. જેના કારણે તેના પતિની કમરના ઉપરના ભાગની ત્વચાને ભારે નુકસાન થયું છે. આ ગુનામાં 28 વર્ષીય રહીમા નિસ્વાને કોર્ટ દ્વારા આઠ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, રહીમા અને તેના પતિ મોહમ્મદ રહીમી શામીર અહમત સાફૌન વચ્ચે અવાર નવાર ઘણા ઝઘડા થતા રહેતા હતા. જેના કારણે તે બંનેને સાથે રહેવાનું ફાવતું ન હતું, તેથી તે બંને અલગ રહેતા હતા. મલેશિયન મૂળનો રહીમી સિંગાપોરમાં પોતાના ઘરે રહેતો હતો. જ્યારે તેની પત્ની રહીમા તેના પિયરના ઘરે ઇન્ડોનેશિયામાં રહેતી હતી. તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમના સંબંધોમાં કડવાશ આવી હતી.

એક દિવસ રહીમીએ તેની પત્ની અને સાસુ સાથે વાતચીત દરમિયાન 19 માર્ચે પહેલીવાર છૂટાછેડાની શક્યતા વિશે વાત કરી. ત્યારે રહીમાએ તેનો વિરોધ ન કર્યો. તેમજ નહિ તો તે નાખુશ દેખાતી હતી. પરંતુ થોડા દિવસો પછી 22 માર્ચે રહીમા સિંગાપોર આવી હતી.અહીં તેણે પહેલા પતિના ઘરની રેકી કરી હતી અને તે એક મિત્ર સાથે હોટલમાં રોકાઈ હતી. પછી 23 માર્ચે સવારે હોટલમાંથી ગરમ પાણી લીધું. તેણે તેના મિત્રને કહ્યું કે તે પરત ફરતા પહેલા તેના પતિને મળવા જઈ રહી છે.

રહીમા સવારે 7.20 વાગ્યે તેના પતિના ઘરે પહોંચી હતી. તેણે કાળા કપડા પહેર્યા હતા. ચહેરો ઢંકાયેલો હતો. માત્ર આંખો જ દેખાતી હતી. જેથી કરીને કોઈ તેને ઓળખી ન શકે. 7:30 વાગ્યે જ્યારે પતિ તેના બુટ પહેરવા દરવાજાની બહાર દાદર પર બેઠો, ત્યારે રહીમાએ ફ્લાસ્કનું ઢાંકણું ખોલી દીધું અને, પતિ તરફ દોડી અને તેની કમર પર ઉકળતું પાણી રેડી દીધું, પછી તે તરત જ ત્યાંથી ભાગી ગઈ. પતિ દર્દથી પીડાઈ રહ્યો હતો. તેણે પોતાનો શર્ટ ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યાર પછી તે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટના દસ્તાવેજોમાં ગુના પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પછી રહીમા તેના મિત્રને ફરી મળી અને બંને એકસાથે ઇન્ડોનેશિયા પરત ફરવા લાગ્યા. ત્યારે જ પોલીસે રહીમાની ધરપકડ કરી હતી. તેણે સુનાવણી દરમિયાન કહ્યું કે, તે તેના પતિ સાથે રહેવા માંગે છે અને પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp