હિંડનબર્ગ સામે આરપારની લડાઇ, ગોતમ અદાણીએ અમેરિકાની લો ફર્મ હાયર કરી

PC: forbes.com

અમેરિકન રિસર્ચ ફર્મના અહેવાલને કારણે પોતાને અને અદાણી ગ્રુપની કંપનીને થયેલા નુકસાનને કારણે ગૌતમ અદાણીએ હવે આરપારન લડત આપવાનું મન બનાવી લીધું છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગને યોગ્ય જવાબ આપવા માટે અદાણી ગ્રુપે હવે બદલો લેવાની તૈયારી તરીકે કાનૂની લડાઈ શરૂ કરી છે. આ દિશામાં એક મોટા પગલા તરીકે, અદાણીએ એક મોટી અને મોંઘી અમેરિકાની લો ફર્મ પણ હાયર કરી છે.

ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે હિંડનબર્ગ સાથે કાનૂની લડાઈ લડવા માટે અમેરિકન કાનૂની ફર્મ Wachtell ની પસંદગી કરી છે. આ ફર્મ વિશ્વમાં પ્રખ્યાત છે અને વિવાદિત મામલાઓમાં કાનૂની લડત માટે તેની સૌથી વધુ ચર્ચા થતી રહે છે. હિંડનબર્ગના અહેવાલ પછી, અદાણી જૂથને લગતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી છે અને રોકાણકારોને ફરીથી ખાતરી આપવા માટે અદાણી દ્વારા લેવામાં આવેલ આ એક મોટું પગલું છે.

અદાણી ગ્રુપ તરફથી પહેલાં જ એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે કંપની શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ સામે પોતાની કાયદાકીય લડાઇ લડવાની તૈયારી કરી રહી છે. હવે સામે આવેલા રિપોર્ટ મુજબ હિંડનબર્ગને જવાબ આપવા માટે ન્યૂયોર્કમાં આવેલી Wachtell, Lipton, Rosen & Katzના ધુંરધર વકીલોની સેવા લીધી છે. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અકાઉન્ટીંગ ફ્રોડ, સ્ટોક મેન્યુપ્લેશન સહિતના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં 88 સવાલો ઉઠાવીને આરોપ લગાવ્યા હતા, જેની અદાણીની ગ્રુપ કંપનીઓ પર એવી અસર થઇ હતી કે શેરના ભાવોમાં સુનામી આવી ગઇ હતી. માત્ર 10 દિવસમાં જ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ અડધું થઇ ગયું હતું. નેટવર્થ અડધું થવાને કારણે ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં ટોપ-20ની યાદીમાંથી બહાર આવી ગયા હતા. જો કે ફરી ટોપ-20માં આવી ગયા છે.

હિંડનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ થયેલી ઉથલપાથલ બાદ અદાણી ગ્રુપે 413 પેજમાં 88 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેના જવાબમાં,ગ્રુપ વતી કહેવામાં આવ્યું હતું કે આ અહેવાલ તેને બદનામ કરવા માટે સામે લાવવામાં આવ્યો છે. અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ અને કાયદાકીય લડતની તૈયારી કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp