હિંડેનબર્ગનો આરોપ-અદાણી ગ્રુપ પોતાને દેશના ઝંડામાં લપેટીને લૂંટ મચાવી રહ્યું છે

અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી દુનિયાના ટોપ ટેન ધનવાનોના લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એક દિવસમાં અદાણીને 8 બિલિયન ડૉલરનું નુકસાન થયુ છે. 29 જાન્યુઆરીના રોજ તેમની નેટવર્થ 92.7 બિલિયન ડૉલર હતી, જે સોમવારે ઘટીને 84.4 બિલિયન ડૉલર પર આવી ગઈ. તેનાથી અદાણી ઈન્ડેક્સમાં 11માં સ્થાન પર આવી ગયા. એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં 35.6 બિલિયન ડૉલરનો ઘટાડો આવ્યો છે. 20 નવેમ્બર, 2022ના રોજ અદાણીની નેટવર્થ 150 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ હતી. ત્યાંથી અદાણીની નેટવર્થ હાલ 65.6 બિલિયન ડૉલર નીચે છે. ગૌતમ અદાણીનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું ઓપરેટર છે. આ ગ્રુપ ભારતનું સૌથી મોટું થર્મલ કોલ પ્રોડ્યૂસર અને સૌથી મોટા કોલ ટ્રેડર પણ છે.

અદાણી 4 એપ્રિલ, 2022ના રોજ સેન્ટીબિલિયોનેયર્સ ક્લબમાં સામેલ થયા હતા. 100 બિલિયન ડૉલરથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓને સેન્ટીબિલિયોનેયર કહેવામાં આવે છે. આ અગાઉ એપ્રિલ 2021માં અદાણીની નેટવર્થ 57 અરબ ડૉલર હતી. ફાયનાન્સિયલ યર 2021-2022માં અદાણીની નેટવર્થ દુનિયામાં સૌથી ઝડપથી વધી. અદાણી ગ્રુપની સાત પબ્લિકલી લિસ્ટેડ કંપનીઝ છે. અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપુલેશન, મની લોન્ડ્રિંગ અને અકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

જોકે, સોમવારે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોએ રિકવરી બતાવી. તે 3.93% વધીને બંધ થયા. ACC, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટના સ્ટોકમાં પણ તેજી જોવા મળી. તેમજ અદાણી ટોટલ ગેસ 20%, ગ્રીન એનર્જી 20%, પાવર 5%, ટ્રાન્સમિશન 15.23% અને વિલ્મર 5% ઘટ્યા.

ગૌતમ અદાણી ગ્રુપે હિંડનબર્ગના રિપોર્ટને ભારત વિરુદ્ધ ષડયંત્ર અંતર્ગત હુમલો ગણાવ્યો છે. ગ્રુપે 413 પાનાનો જવાબ જાહેર કર્યો છે. તેમા લખ્યું છે કે, અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એવુ પણ કહ્યું કે, આ રિપોર્ટનો અસલી ઈરાદો અમેરિકી કંપનીઓને આર્થિક ફાયદો કરાવવા માટે નવું બજાર તૈયાર કરવાનો છે.

ગ્રુપે કહ્યું કે, આ રિપોર્ટ ખોટી જાણકારી અને અડધા તથ્યો ભેગા કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમા લખવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને બદનામ કરવાના ઈરાદા સાથે લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે- ખોટાં આરોપો લગાવીને સિક્યોરિટીઝના માર્કેટમાં જગ્યા બનાવવાનો, જેને પગલે અગણિત ઈન્વેસ્ટર્સને નુકસાન થાય અને શોર્ટ સેલર હિંડનબર્ગ મોટો આર્થિક ફાયદો ઉઠાવી શકે.

અદાણી ગ્રુપના રિસ્પોન્સ પર હિંડનબર્ગે પણ જવાબ આપ્યો છે. હિંડનબર્ગે કહ્યું કે, છેતરપિંડી પર આ પ્રકારનો જવાબ અથવા રાષ્ટ્રવાદનો પડદો ના નાંખી શકાય. અદાણી ગ્રુપ અમારા રિપોર્ટને ભારત પર સમજી-વિચારીને કરવામાં આવેલો હુમલો ગણાવી રહ્યું છે. અદાણી ગ્રુપ પોતાના અને પોતાના ચેરમેનની વધતી આવકને ભારતના વિકાસની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે તેની સાથે સહમત નથી.

અમે માનીએ છીએ કે, ભારતીય લોકતંત્ર વિવિધતાઓથી ભરેલું છે. ભારત એક ઉભરતું સુપર પાવર છે, જેનું શાનદાર ભવિષ્ય છે. અમે એ માનીએ છીએ કે ભારતના ભવિષ્યને અદાણી ગ્રુપે પાછળ ખેંચીને રાખ્યું છે. જે પોતાને દેશના ઝંડામાં લપેટીને લૂંટ મચાવી રહ્યું છે. અમે માનીએ છીએ કે, છળ... છળ જ હોય છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.