વર્ષ 2046મા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે વિશાળ એસ્ટરોઈડ, NASAનો રિપોર્ટ

PC: navbharattimes.indiatimes.com

US સ્પેસ એજન્સી નાસા તાજેતરમાં શોધાયેલ એસ્ટરોઇડ પર નજર રાખી રહી છે. એવી આશંકા છે કે આ એસ્ટરોઇડ વર્ષ 2046માં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જો કે, નાસા અનુસાર, તેની અથડામણની શક્યતા 'ખૂબ ઓછી' છે. નાસા અનુસાર, આ એસ્ટરોઇડ વર્ષ 2046માં વેલેન્ટાઈન ડે પર પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સીના ડેટા અનુસાર, 625માંથી 1 એવી સંભાવના છે કે આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાય શકે છે.

જ્યારે, નાસાના અનુમાન મુજબ, 560માં 1 સંભાવના છે કે, આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી અવકાશમાંથી આવતા કોઈપણ ખતરા પર નજર રાખે છે. આ સ્કાય રોકને 2023 DW નામ આપવામાં આવ્યું છે. નાસાની જોખમની યાદીમાં આ એકમાત્ર વસ્તુ છે. આ એસ્ટરોઇડ ઓલિમ્પિક સ્વિમિંગ પૂલના આકાર જેટલું છે. નાસાએ કહ્યું કે, આ એસ્ટરોઇડની ટક્કરનું જોખમ ઘણું ઓછું છે. નાસાના એન્જિનિયર ડેવિડ ફાર્નોચિયાએ કહ્યું, 'આ પદાર્થ ખાસ ચિંતાજનક નથી.'

સૂત્રોના અનુસાર, તે સામાન્ય છે કે, જ્યારે કોઈ એસ્ટરોઇડની શોધ થાય છે, ત્યારે તેને શરૂઆતમાં વધુ ખતરનાક માનવામાં આવે છે. જો કે, જ્યારે આ નવા એસ્ટરોઇડનું વધુ વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે ખતરાની શક્યતા ઘટી જાય છે. નાસાની જોખમ યાદીમાં 1448 એસ્ટરોઇડ છે અને 2023 DWનું જોખમ સૌથી વધુ છે. આ લઘુગ્રહ આગામી બે દાયકા સુધી પૃથ્વી તરફ આવવાનો નથી. આ લઘુગ્રહ 160 ફૂટનો છે. એસ્ટરોઇડ 2023 DW સૂર્યની પરિક્રમા કરી રહ્યો છે.

નાસા અનુસાર, વર્ષ 2047 અને 2054 વચ્ચે, 9 અન્ય એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવશે. આ સ્કાય રોક 2 ફેબ્રુઆરીએ પહેલીવાર અવકાશમાં જોવા મળ્યો હતો. આ એસ્ટરોઇડ 25 Km પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરી રહ્યો છે અને હવે તે પૃથ્વીથી 18 મિલિયન Kmના અંતરે છે. તે દર 271 દિવસે સૂર્યની પરિક્રમા કરે છે. નાસાએ તાજેતરમાં જ તેના ડાર્ટ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેના દ્વારા હવે તે રસ્તામાં એક એસ્ટરોઇડને નષ્ટ કરવાની ટેકનિકમાં સફળ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp