આ છોકરીએ 33 વખત ટ્રાફિક નિયમ તોડયા, 24 લાખ દંડ, પોલીસે આ રીતે પકડી

બ્રિટનની એક છોકરી છેલ્લાં 3 મહિનામાં 33 વખત ટ્રાફીક નિયમો તોડયા હતા એ વાત જયારે CCTVમાંથી ખબર પડી તો પોલીસે કાર માલિકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે એક કાર અટકાવી ત્યારે ખબર પડી કે એક 20 વર્ષની છોકરી વારંવાર ટ્રાફિક નિયમો તોડી રહી હતી.

માત્ર ત્રણ મહિનામાં જ એક છોકરીએ ઘણી વખત ઓવરસ્પીડ કરતા તેને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક જ દિવસમાં તેણે 8 વખત ઓવરસ્પીડથી ગાડી ચલાવી, આખરે પોલીસે આ છોકરીને કેવી રીતે પકડી?

ટ્રાફિકના નિયમો તોડવા બદલ એક યુવતીને 33 વખત દંડ ફટકારવામાં આવ્યો છે. યુવતી 3 મહિનામાં 33 વખત ઓવર સ્પીડમાં ઝડપાઈ હતી. યુવતી પર 24 લાખ 35 હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના ડ્રાઇવિંગ પર પણ દોઢ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

The sun.co.Ukના રિપોર્ટ અનુસાર, આ છોકરીનું નામ Ann Marie Cash છે અને તે  સાઉથ વેલ્સની રહેવાસી છે. ગયા વર્ષે ઑગસ્ટ અને ઑક્ટોબર વચ્ચે તેની કાર સ્પીડ કૅમેરા દ્વારા 33 વખત ઝડપાઈ હતી જ્યારે તે ઓવર સ્પીડિંગ કરતી હતી. કારમાં આયર્લેન્ડની નંબર પ્લેટ હતી. યુવતીને 24 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે તેને 18 મહિના માટે ડ્રાઇવિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે.

Ann Marie cashની કાર દર વખતે કાર્ડિફ રોડ પર આઠ વખત ઓવર સ્પીડમાં દોડતી જોવા મળી હતી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, જેથી એ જાણી શકાય કે સતત ગુનો કરનાર વ્યક્તિ કોણ છે? પોલીસે આ દરમિયાન કારનો નંબર પણ જાહેર કરી દીધો હતો.

પોલીસ તપાસ કરી રહી હતી તે દરમ્યાન પોલીસે એક કારને અટકાવી હતી તે વખતે ડ્રાઇવરની પાસે ન તો લાયસન્સ હતું કે ન તો વીમો. પોલીસે Nissan X-Trailને જપ્ત કરી લીધી હતી. ત્યારે ખબર પડી કે કારની માલિક Ann Marie cash છે અને તેણે 33 વખત ટ્રાફીક નિયમો તોડ્યા હતા.

કાર્જિફ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્રારા ઓવર સ્પીડીંગ બાબતે મોકલવામાં આવેલા પત્રની વાત Annએ સ્વીકારી લીધી હતી. કોર્ટે તેને સુનાવણી માટે બોલાવી હતી અને દોઢ વર્ષ સુધી તેની પર ડ્રાઇવીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.