
બ્રિટનની એક છોકરી છેલ્લાં 3 મહિનામાં 33 વખત ટ્રાફીક નિયમો તોડયા હતા એ વાત જયારે CCTVમાંથી ખબર પડી તો પોલીસે કાર માલિકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે એક કાર અટકાવી ત્યારે ખબર પડી કે એક 20 વર્ષની છોકરી વારંવાર ટ્રાફિક નિયમો તોડી રહી હતી.
માત્ર ત્રણ મહિનામાં જ એક છોકરીએ ઘણી વખત ઓવરસ્પીડ કરતા તેને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક જ દિવસમાં તેણે 8 વખત ઓવરસ્પીડથી ગાડી ચલાવી, આખરે પોલીસે આ છોકરીને કેવી રીતે પકડી?
ટ્રાફિકના નિયમો તોડવા બદલ એક યુવતીને 33 વખત દંડ ફટકારવામાં આવ્યો છે. યુવતી 3 મહિનામાં 33 વખત ઓવર સ્પીડમાં ઝડપાઈ હતી. યુવતી પર 24 લાખ 35 હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના ડ્રાઇવિંગ પર પણ દોઢ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
The sun.co.Ukના રિપોર્ટ અનુસાર, આ છોકરીનું નામ Ann Marie Cash છે અને તે સાઉથ વેલ્સની રહેવાસી છે. ગયા વર્ષે ઑગસ્ટ અને ઑક્ટોબર વચ્ચે તેની કાર સ્પીડ કૅમેરા દ્વારા 33 વખત ઝડપાઈ હતી જ્યારે તે ઓવર સ્પીડિંગ કરતી હતી. કારમાં આયર્લેન્ડની નંબર પ્લેટ હતી. યુવતીને 24 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે તેને 18 મહિના માટે ડ્રાઇવિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે.
Ann Marie cashની કાર દર વખતે કાર્ડિફ રોડ પર આઠ વખત ઓવર સ્પીડમાં દોડતી જોવા મળી હતી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, જેથી એ જાણી શકાય કે સતત ગુનો કરનાર વ્યક્તિ કોણ છે? પોલીસે આ દરમિયાન કારનો નંબર પણ જાહેર કરી દીધો હતો.
પોલીસ તપાસ કરી રહી હતી તે દરમ્યાન પોલીસે એક કારને અટકાવી હતી તે વખતે ડ્રાઇવરની પાસે ન તો લાયસન્સ હતું કે ન તો વીમો. પોલીસે Nissan X-Trailને જપ્ત કરી લીધી હતી. ત્યારે ખબર પડી કે કારની માલિક Ann Marie cash છે અને તેણે 33 વખત ટ્રાફીક નિયમો તોડ્યા હતા.
કાર્જિફ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્રારા ઓવર સ્પીડીંગ બાબતે મોકલવામાં આવેલા પત્રની વાત Annએ સ્વીકારી લીધી હતી. કોર્ટે તેને સુનાવણી માટે બોલાવી હતી અને દોઢ વર્ષ સુધી તેની પર ડ્રાઇવીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp