આ એલર્જીને કારણે દર 3 મિનિટમાં બેભાન થાય છે મહિલા, ડૉક્ટરો નથી જાણી શક્યા કારણ

કલ્પના કરો કે કોઈને ગુરુત્વાકર્ષણથી એલર્જી છે. કમનસીબે, આ મહિલાએ કઇંક આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુઃખદ સ્થિતિને કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લિન્ડસી જોન્સને ખુલાસો કર્યો છે કે, તે 23 કલાક પથારીમાં વિતાવે છે, દિવસમાં 10 વખત બેહોશ થઈ જાય છે અને પાસઆઉટ થયા વિના ત્રણ મિનિટથી વધુ ઊભી નથી રહી શકતી. તે ઓક્ટોબર 2015મા પેટ અને પીઠના દુખાવાથી પીડિત થવા લાગી. દુ:ખની વાત એ છે કે, તેના લક્ષણો સતત વધતા રહ્યા અને થોડા જ વર્ષોમાં તેને ઉલ્ટીઓ થવા લાગી અને દિવસમાં 10 વખત તે બેભાન થવા લાગી.
મહિલાને થઈ અજીબોગરીબ એલર્જી
તેણે વર્ષો સુધી હોસ્પિટલની ઘણી મુલાકાત લેવી પડી અને આખરે, ફેબ્રુઆરી 2022મા આ વિશે જાણવા મળ્યું કે 28 વર્ષીય આ મહિલાને પોસ્ટુરલ ટૈચી કાર્ડિયા સિન્ડ્રોમ (PoTS) છે. આ સ્થિતિ ધરાવતી વ્યક્તિના હૃદયની ગતિમાં અસામાન્ય વધારો થાય છે જે બેસવાથી અથવા ઊભા થયા પછી થાય છે, જેને તે ગુરુત્વાકર્ષણની એલર્જી તરીકે ઉલ્લેખે છે. ભલે તે દવા લેતી હોય છતાં, તે દિવસમાં ત્રણ વખત બેહોશ થઈ જાય છે અને તેની મદદ માટે તે પોતાના પતિ જેમ્સ પર નિર્ભર રહે છે. તેણે કહ્યું, 'મને ગુરુત્વાકર્ષણથી એલર્જી છે. ભલે તે કહેવામાં ક્રેઝી લાગે છે પણ તે સાચું છે. હું ત્રણ મિનિટથી વધુ સમય સુધી ઊભી નથી રહી શકતી.
ડૉક્ટરો પણ નથી શોધી શક્યા રોગ વિશે માહિતી
લિન્ડસીએ આગળ કહ્યું કે, 'જો હું બેડ પર કે જમીન પર સૂઈ રહી હોઉં તો મને ખૂબ જ સારું લાગે છે. હું આખો દિવસ બેડમાં જ રહું છું. દિવસમાં લગભગ 23 કલાક સુધી. મેં ક્યારેય પણ નહીં વિચાર્યું હતું કે, 28 વર્ષની ઉંમરે મારે શાવર ચેરનો ઉપયોગ કરવો પડશે. હું હવે મારું ઘર નથી છોડી શકતી. કોઈ ઈલાજ નથી પરંતુ હું જેમ્સ માટે ખૂબ જ આભારી છું બીજું મારી પાસે શું છે. એક પૂર્વ નેવલ એવિએશન મિકેનિક લિન્ડસીનું કહેવું છે કે, જ્યારે તે વિદેશમાં નૌસેનામાં કામ કરી રહી હતી, ત્યારે તે બીમાર થવા લાગી હતી. તેના લક્ષણો ચાલુ રહ્યા અને તે જુના દર્દ સાથે સંઘર્ષ કરતી રહી. પરંતુ ડોકટરો એ જાણી નહીં શક્યા કે શું ખોટું હતું.
કેટલાક આવા લક્ષણની સાથે શરૂ થઈ હતી બીમારી
2018મા, બીમારીના કારણે તેને નૌસેનામાંથી તબીબી રીતે રજા આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ છ મહિના પછી, તેને પેટમાં તેજ દુખાવો થવા લાગ્યો અને ઉલ્ટી થવા લાગી. જો કે, ડોકટરો હજુ પણ એ જાણી નથી શક્યા કે શું ખોટું હતું, અને લિન્ડસી તેની બીમારી સાથે સંઘર્ષ કરતી રહી, અને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ પણ થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp