
એક છોકરીએ ડેટિંગના અનુભવની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે, તેનો વીડિયો વાઈરલ થઇ ગયો છે, સમંથા નામની ટિકટોક યૂઝરે જણાવ્યું કે, તે ડેટ પર એક છોકરાને મળવા માટે ફ્લાઈટની ટિકિટ ખરીદીને બીજા દેશમાં ગઈ હતી.
સમંથાએ જણાવ્યું કે, છોકરાની સાથે શરૂઆતમાં તેની મુલાકાત ફેસટાઈમ પર થઇ હતી, વિદેશ જઈને છોકરી બોયફ્રેન્ડના ઘરે રોકાઈ હતી, બીજા દિવસે બંને હોટલ ગયા અને ત્યાં જ રોકાયા હતા, બીજા દિવસે સવારે હોટલમાં જ્યારે છોકરી ઊંઘીને ઉઠી તો છોકરો રૂમમાં ન હતો.
સમંથાના વાઈરલ વીડિયોને 18 લાખથી વધુ લોકોએ જોયો છે, છોકરીના તે મેસેજને પણ વીડિયોમાં બતાવવામાં આવ્યા છે, જે તેને બોયફ્રેન્ડને કર્યા હતા, પણ તેમનો કોઈ જવાબ નથી મળ્યો.
સમંથા એક બીજા ફોલોઅપ વીડિયોમાં બોયફ્રેન્ડને આ પૂછતી પણ જોવા મળી રહી છે કે, ‘તું મારી વોડકા પણ ચોરીને લઇ ગયો છો?’ સમંથાએ વીડિયોમાં આગળ જણાવ્યું કે, તેને છોકરાને ફોન કર્યો, પણ અનેક પ્રયત્નો કર્યા છતાં તેને ફોન ઉપાડ્યો નથી.
‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ મુજબ, બાદમાં છોકરાએ છોકરીને કહ્યું કે, ‘ફેમિલી ઈમરજન્સી હતી, જેના લીધે તેને જવું પડ્યું.’
વીડિયો પર અનેક યૂઝર્સના રિએક્શન પર આવ્યા છે, એક યૂઝરે પૂછ્યું કે, અંતે પુરૂષો આવું કેમ કરે છે? તેમજે અન્ય એક યૂઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે, ‘એક છોકરાને મળવા માટે અંતે ફ્લાઈટનું ટિકિટ ખરીદવાની શું જરૂર હતી?’
એક યૂઝરે સમંથાની મદદ કરવાની વાત કરતા લખ્યું કે, ‘શું તમે સુરક્ષિત છો? શું તમને કોઈ મદદની જરૂર છે? તેમજ સમંથાએ કહ્યું કે, આ ઘટનાથી એક મોટી શીખ મળી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp