ઝાડ કાપવા પર દેખાયો ‘ઇસા મસીહ’નો ચહેરો, હેરાન થયા લોકો

PC: dailymail.co.uk

તમે એવી ઘટનાઓ વિશે જરૂર સાંભળ્યું હશે કે દીવાલમાં સાઇ બાબાના દર્શન થયા, શાકભાજીમાં કે વૃક્ષમાં ગણપતિ દાદાના દર્શન થયા કે અન્ય દેવી-દેવતાઓના દર્શન થયા. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક કાપેલા વૃક્ષમાં પ્રભુ ઇસા મસીહનો ચહેરો નજરે પડ્યો. એ જોઇને દરેક અવાચક રહી ગયું. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ કે આ ઘટના ક્યાંની છે, કઇ જગ્યાએ કપાયેલા વૃક્ષમાં ઇસા મસીહનો ચહેરો નજરે પડ્યો છે.

હાલમાં જ આખી દુનિયામાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ ઇસા મસીહને યાદ કર્યા, એવામાં એક વૃક્ષને કાપ્યા બાદ 16 વર્ષીય કિશોરને તેના પર ઇસા મસીહનો ચહરો નજરે પડ્યો. વૃક્ષ પર ઇસા મસીહનો ચહેરો જોઇને કિશોર પણ હેરાન રહી ગયો. તેણે આસપાસના લોકોને જણાવ્યું અને જેણે પણ જોયું, તે દંગ રહી ગયું. 13 ફૂટના વૃક્ષને 16 વર્ષીય કલમ જોનસને કાપ્યું હતું. આ વૃક્ષ બ્રિટનના ઓક્સફોર્ડશાયરના વાન્ટેજમાં ઉપસ્થિત બે ઘરો વચ્ચે લાઇટને બ્લોક કરી રહ્યું હતું. આ વૃક્ષ કાપ્યા બાદ જ્યારે કલમ જોનસને ઇસા મસીહનો ચહેરો જોયો તો તેઓ અવાચક રહી ગયો.

જોનસને એક વેબસાઇટને જણાવ્યું કે, જ્યારે મારો સહકર્મી આ વૃક્ષની ડાળીઓ કાપી રહ્યો હતો, તો ઇસા મસીહનો ચહેરો નોટિસ કર્યો. તેણે કહ્યું કે, આ આકૃતિમાં ઇસા મસીહની આંખો અને દાઢી સ્પષ્ટ નજરે પડી રહી હતી. જોનસને કહ્યું કે, આમ તો તે ધાર્મિક નથી, પરંતુ આ ઘટના બાદ તે ધાર્મિક હોવા પર વિચાર કરી શકે છે. તો તેની સાથે કામ કરનારા અન્ય લોકોએ કહ્યું કે, તેઓ 40 વર્ષોથી આ પ્રકારનું કામ કરી રહ્યા છે, પરંતુ તેમણે આવું પહેલા ક્યારેય જોયું નથી. તો કલમ જોનસને કહ્યું કે, બ્રિટનના ઓક્સફોર્ડશાયરમાં ઉપસ્થિત વાન્ટેજ હવે ધાર્મિક જગ્યા બની શકે છે.

થોડા અઠવાડિયા અગાઉ બ્રિટનના આર્ટિસ્ટ કીથે એવો દાવો કર્યો હતો કે તેમના ઘરમાં ઉપસ્થિત એક કલાકૃતિ પર પ્રભુ ઇસા માસિહની તસવીર ઊભરી આવી છે. આ કલાકૃતિને Eli Eli Lama Sabachthani નામ આપવામાં આવ્યું હતું, જેને Tress and Water a Fruitful Freedom નામની પ્રદર્શનીમાં પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2020માં બ્રિટનના ડર્બીશાયરમાં ચેસ્ટરફિલ્ડની 3 વર્ષીય જેમીએ દાવો કર્યો હતો તેના હાથ પર ઇસા મસીહનો ચહેરો ઊભરી આવ્યો. ગયા વર્ષે જ બ્રિટના એસેક્સમાં રહેનારી શૉનેગ રોબર્ટે દાવો કર્યો હતો કે તેને બ્રસલ સ્પ્રાઉટની અંદર ઇસા મસીહ જેવી આકૃતિ દેખાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp