- World
- ખેતરમાં ખોદકામ દરમિયાન મળ્યા સોનાના સિક્કા, રાતોરાત બન્યો લખપતિ, જુઓ વીડિયો
ખેતરમાં ખોદકામ દરમિયાન મળ્યા સોનાના સિક્કા, રાતોરાત બન્યો લખપતિ, જુઓ વીડિયો
અમેરિકાના એક ખેડુતનું નસીબે સપનામાં પણ વિચાર્યું નહીં હશે કે એક દિવસ તે રાતોરાત લખપતિ બની જશે. એના ખેતરમાંથી એવા દુલર્ભ સોનાના સિક્કા મળ્યા છે, જે જોઇને જાણકારોની પણ આંખો પહોળી થઇ ગઇ છે.
ખેતરમાં કામ કરતા એક વ્યકિતની કિસ્મત રાતોરાત ચમકી ગઇ છે. ખેતરમાંથી ખોદકામ કરતી વખતે સોના-ચાંદીના દુલર્ભ સિક્કા મળી આવ્યા છે. આ વ્યકિત રાતોરાત લખપતિ બની ગયો છે. જાણવા મળેલી વિગત મુજબ ખેડુતને 700 જેટલાં પ્રાચીન સોના-ચાંદીના સિક્કા હાથ લાગ્યા છે.
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ જમીન નીચે દટાયેલા સિક્કા કાઢતો દેખાઈ રહ્યો છે. તેના પર યુઝર્સે કહ્યું કે તેને ખજાનો મળી ગયો છે. ઘટના અમેરિકાના Kentucky ની છે. આ શોધને ‘Great Kentucky Hoard’ નામ આપવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ એક ખેડુત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે વખતે ખોદકામ દરમિયાન તેને Civil Warના સમયના 700થી વધારે સિક્કા મળ્યા છે. આ સિક્કા જમીનની નીચે દટાયેલા હતા, જે 1840-1863ના સમયના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખેતરમાંથી મળેલા સિક્કાને ન્યૂમિજમાટિક ગેરંટી કંપની દ્રારા પ્રમામિત કરવામાં આવેલા છે.
યુટ્યુબ ચેનલ GovMint પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ જમીનમાંથી સિક્કા કાઢતો દેખાય છે. કેટલાક સિક્કા 1 ડોલરના હતા, કેટલાક 10 અને 20 ડોલરના હતા. આમાં ઘણા દુર્લભ લિબર્ટી પેટર્ન સિક્કાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 95 ટકા સિક્કા સોનાના સિક્કાના હતા.

લાઈવ સાયન્સ કહેવા મુજબ, કેટલાક સિક્કા અત્યંત દુર્લભ છે. તેમના પર 'ઈન ગોડ વી ટ્રસ્ટ' લખેલું નથી, જે અમેરિકાનું સત્તાવાર સૂત્ર છે. ગૃહ યુદ્ધના અંત પછી 1866 માં તમામ સોના અને ચાંદીના ચલણમાં આ સૂત્ર ઉમેરવામાં આવ્યું હતું. હાલ જમીનની નીચેથી મળેલા આ સિક્કાઓને હરાજી માટે રાખવામાં આવ્યા છે. કેટલાંક સિક્કાની કિંમત તો લાખોમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે આ સિક્કાની ચમક હજુ યથાવત છે.

દુર્લભ સિક્કાના ડીલર જેફ ગેરેટે કહ્યું કે,’ Great Kentucky Hoard’ ને હેન્ડલ કરવાની તક મારી કરિયરની એક વિશેષતા છે. આ શોધના મહત્ત્વને ઓછું આંકી શકાય તેમ નથી..કારણ કે સિવિલ વોર યુગથી પણ 700 થી વધુ સોનાના ડોલર શોધવાનું મહત્વનું છે. જેના દ્વારા ઐતિહાસિક ઘટનાઓ જાણવા મળશે. ઉદાહરણ તરીકે, તે સમયે ટંકશાળના સિક્કા બનાવવાનું સ્થળ ક્યાં હતું, તે કેવી રીતે કામ કરતું હતુ વગેરે બાબતો જાણી શકાશે.

