ગૂડ ન્યૂઝ: હવે અમેરિકા દેવાળિયું નહીં થાય, આર્થિક સંકટ ટળી ગયું

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ અમેરિકા હવે નાદારીમાંથી બચી ગયો છે. અમેરિકાની સરકારી તિજોરી છેલ્લા 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી, પરંતુ હવે ત્યાંની સરકાર અને વિપક્ષી પાર્ટી વચ્ચે સમજૂતી થયા બાદ દેવાની મર્યાદા ખતમ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસથી અમેરિકી દેવાની મર્યાદા પર સંબોધન કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે હવે સંકટ ટળી ગયું છે. અને, અમે નવા બિલ પર સહી કરીશું. શુક્રવાર, જૂન 2 ના રોજ વ્હાઇટ હાઉસમાંથી તેમના પ્રથમ સંબોધનમાં, બિડેને દેશને આર્થિક વિનાશથી બચાવવા માટે એક બિલ પસાર કરવાની જાહેરાત કરી. આ દરમિયાન, બિડેને અમેરિકનો સાથેના તેમના વિભાજનને દૂર કરવાની તકનો ઉપયોગ કરીને કહ્યું કે કોંગ્રેસના ટોચના રિપબ્લિકન કેવિન મેકકાર્થી સાથેના તેમના કરારે બતાવ્યું છે કે દેશના સારા માટે શું કરી શકાય છે.
બાઇડને પોતાની ડેમોક્રેટીક પાર્ટી અને વિપક્ષમાં બેઠેલી રિપબ્લિકન પાર્ટી બંનેને દેશ હિતમાં સાથે લાવવાની વાત કરતા તેમણે કહ્યું કે,આપણી રાજનીતિ ગમે તેટલી જટિલ હોય એનાથી કોઇ ફરક પડતો નથી, આપણે એકબીજાને પ્રતિસ્પર્ધી તરીકે નહીં પરંતુ અમેરિકનોના સહયોગી તરીકે જોવું જોઇએ. તેમણે ટીકાકારોને કહ્યું, ચિલ્લાવવાનું બંધ કરો, ટેમ્પરેચર ઓછું કરો અને પ્રગતિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરો.
સત્તાધારી ડેમોક્રેટ પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે આજે, શનિવારે રાષ્ટ્રપતિ જો બિડેન એક બિલ પર હસ્તાક્ષર કરશે, જે અમેરિકાને નાદાર થવાથી બચાવશે. અત્યાર સુધી દેવામાં ડૂબેલા અમેરિકા વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે 5 જૂન સુધીમાં અમેરિકા ડિફોલ્ટ થઈ શકે છે. ટ્રેઝરી સેક્રેટરી જેનેટ એલ. યેલેને મેના છેલ્લા સપ્તાહમાં કહ્યું હતું કે અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા પર સરકાર અને વિપક્ષી પાર્ટી વચ્ચે કોઈ ડીલ ફાઈનલ થઈ રહી નથી, આ સ્થિતિમાં અમેરિકા 5 જૂન સુધીમાં નાદાર થઈ શકે છે.
તે પછી, રાષ્ટ્રપતિ જો બિડેને રિપબ્લિકન પાર્ટીના હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી સાથે બેઠક કરી અને તેમને દેવાની મર્યાદા વધારવા માટે મનાવી લીધા.
કેવિન મેકકાર્થી, યુ.એસ.માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક રહ્યા છે, તે 147 રિપબ્લિકનમાંથી એક છે જેમણે 2020 ની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે બિડેન જીત્યા હતા. બિડેન સકરાને લોનની જરૂર છે, પરંતુ વિપક્ષને સાથે લીધા વિના યુએસ સરકારને લોન મળતી નથી, તેથી બિડેને તાજેતરમાં જ મેકકાર્થી સાથે બેઠક કરી અને તેમને સહકાર આપવા જણાવ્યું હતુ. બિડેને ગઈકાલે મીડિયાને જણાવ્યું હતું કે, અમે પરસ્પર સહયોગ વધારવા અને સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ. તેમણે કહ્યું, બંને પક્ષોએ સદભાવનાથી કામ કર્યું છે. બિડેને કહ્યું, અમારા માટે સમજૂતી પર પહોંચવું મહત્વપૂર્ણ હતું, અને અમેરિકનો માટે આ ઘણા સારા સમાચાર છે. કોઈપણ પક્ષને તેઓ જે જોઈતું હતું તે બધું મળ્યું નથી, પરંતુ અમેરિકન લોકોને તે મળ્યું જેની તેમને જરૂરિયાત હતી.અમે દેશ પર ઉભી થયેલી આર્થિક કટોકટી ટાળી દીધી છે.
અહેવાલો અનુસાર, રિપબ્લિકનનીબહુમતી વાળા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં યુએસ સરકારના બિલને મંજૂર કરવા માટે રિપબ્લિકન્સે 314 માંથી 117 મત આપ્યા હતા, જ્યારે ડેમોક્રેટ-નિયંત્રિત સેનેટમાં 63 માંથી 36 મત હતા. આના પર બિડેન ખુશ થયા અને કહ્યું, બંને ગૃહોમાં છેલ્લો મત જબરદસ્ત હતો.
આ સમાચાર આખી દુનિયા માટે મહત્ત્વના છે, કારણકે જો અમેરિકા દેવાળિયું થતે તો તેની સીધી અસર દુનિયાના અર્થંતંત્ર પર પડતે અને દુનિયા મંદીના અજગરભરડામાં સપડાઇ જતે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp