લૂંટ કરવા આવેલો ચોર મહિલાની સુંદરતા પર મોહી પડ્યો, ડેટ પર જવા કરવા લાગ્યો જીદ

PC: news18.com

ચોરીના મામલાઓ પર પ્રતિબંધનો પ્રયત્ન પોલીસ-પ્રશાસન કરે તો છે પરંતુ, તેના પર કાબૂ ખૂબ જ મુશ્કેલ છે. મોટાભાગે ચોર સુનસાન જગ્યાઓ પર ચોરીને અંજામ આપે છે અને પોતાના શિકાર પાસેથી સામાન ચોરી કરીને ફરાર થઈ જાય છે. પરંતુ, શું તમે ક્યારેય એવુ સાંભળ્યું છે કે ચોરી કરતી વખતે ચોરને પહેલી નજરમાં પ્રેમ થઈ જાય અને તે પોતાના જ શિકારને દિલ આપી દે. એવુ જ કંઇક હાલમાં અમેરિકામાં બન્યુ, ચોર જે મહિલા સાથે લૂટપાટ કરવા આવ્યો હતો, તેને જ પ્રેમ કરી બેઠો.

ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં ગત 8 મેના રોજ ચોંકાવનારી ઘટના બની. અહીં એમ્બર બેરોન નામની એક મહિલા રહે છે. એક દિવસ એમ્બર પોતાના કામ પરથી ઘરે પાછી આવી. તે સમયે ઘરની બહાર લાગેલા મેલ બોક્સમાં જરૂરી પેપર્સ અને ચિઠ્ઠીઓની તપાસ કરી રહી હતી, ત્યારે જ ત્યાં એક બંદૂકધારી ચોર આવી પહોંચ્યો અને મહિલા પાસે રૂપિયાની માંગ કરવા માંડ્યો.

એમ્બર પાસે તે સમયે આશરે 100 ડૉલર હતા, જેને ડરના માર્યા તેણે ચોરને આપી દીધા. રૂપિયા લીધા બાદ ચોર ત્યાંથી તુરંત ના ભાગ્યો અને બંદૂક બતાવતા એમ્બરને ફોન પર ફેસબુક ખોલવા માટે કહ્યું. જ્યારે એમ્બરે એવુ કર્યું તો ચોરે તેને કહ્યું કે, તે તેને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે. તે ચોરનું નામ ડેમિયન બોએસ છે. એમ્બરને લાગ્યું હતું કે, જ્યારે તે તેને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી લેશે, તો તે તેને છોડીને ત્યાંથી ચાલ્યો જશે. થયુ પણ કંઇક એવુ જ. ડેમિયન તો ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ, ફેસબુક પર તેણે એમ્બરને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધુ.

એક મેસેજમાં તેણે જણાવ્યું કે, તેને એમ્બર સાથે પ્રેમ થઈ ગયો છે, તે તેને ખૂબ જ સુંદર લાગે છે. તેણે કહ્યું કે, તે એવી છોકરી નથી જેની સાથે લૂંટફાટ કરી શકાય, આથી તે તેના પૈસા પાછા આપી દેશે. એમ્બરને આ જાણીને ખુશી થઈ કે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયુ. પરંતુ, બીજા જ મેસેજમાં તેણે પોતાના મનની વાત કહેતા તેને કહ્યું કે, તે ખરાબ વ્યક્તિ નથી અને તે ઇચ્છે છે કે એમ્બર તેની સાથે ડેટ પર બહાર જાય. એમ્બર આ સાંભળીને દંગ રહી ગઈ. તેણે તે વ્યક્તિને કહ્યું કે, તેનો એક પાર્ટનર છે, તે આવુ ના કરી શકે. આ સમગ્ર ઘટનાથી એમ્બર ડરી ગઈ છે અને તેને પોતાના જ ઘરમાંથી બહાર જવામાં ડર લાગી રહ્યો છે. ચોરની ધરપકડ કરી લેવામાં આવી છે, તેના પર પહેલા પણ એક આરોપ લાગી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp