H-1B વીઝાધારકો ટૂંક સમયમાં કેનેડામાં પણ કામ કરી શકશે, પરિવારોને પણ મળશે લાભ

PC: ptcnews.tv

કેનેડાની સરકાર એક ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારીમાં છે, જે 10,000 જેટલા અમેરિકન H-1B વીઝા ધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપશે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર શોન ફ્રેઝરે મંગળવારે આ જાહેરાત કરી હતી. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ H-1B વીઝા ધારકોના પરિવારના સભ્યોને અભ્યાસ અથવા વર્ક પરમિટ પણ આપવામાં આવશે.

'કેનેડા અને US બંનેમાં નોંધપાત્ર કામગીરી ધરાવતી કંપનીઓ દ્વારા ઉચ્ચ તકનીકી ક્ષેત્રોમાં હજારો કામદારો કાર્યરત છે, અને USમાં કામ કરતા લોકો હંમેશા H-1B વિશિષ્ટ વ્યવસાય વીઝા પોતાની પાસે રાખે છે... H-1B વિશેષ વ્યવસાય વીઝા ધારકો જેઓ જુલાઇ 16, 2023 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં છે અને તેમની સાથે રહેતા પરિવારના તાત્કાલિક સભ્યો કેનેડામાં ઇમિગ્રેટ થવા માટે અરજી કરવા પાત્ર હશે...'

નવા નિર્ણય હેઠળ મંજૂરી મેળવનાર અરજદારોને ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે ઓપન વર્ક પરમિટ આપવામાં આવશે.

જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'તેઓ કેનેડામાં ગમે ત્યાં લગભગ કોઈપણ એમ્પ્લોયર માટે કામ કરી શકશે..., તેમના જીવનસાથીઓ અને આશ્રિતો પણ જરૂરીયાત મુજબ વર્ક અથવા સ્ટડી પરમિટ સાથે અસ્થાયી નિવાસ વીઝા માટે અરજી કરવા પાત્ર હશે.'

કેનેડા સ્થિત CBC અહેવાલ મુજબ, શોન ફ્રેઝરે જણાવ્યું હતું કે, સરકાર આ વર્ષના અંત સુધીમાં ટેક કંપનીઓમાં કામ કરવા માટે કેનેડા આવવા માટે વિશ્વના સૌથી પ્રતિભાશાળી લોકો માટે ઇમિગ્રેશન સ્ટ્રીમ વિકસાવશે, પછી ભલે તેઓ પાસે પહેલેથી જ નોકરી હોય કે ના હોય.

જોકે શોન ફ્રેઝરે એવું સ્પષ્ટ કર્યું ન હતું કે, કોણ પાત્ર હશે અથવા કેટલા લોકોને સ્ટ્રીમમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે.

H-1B વીઝા વિદેશી નાગરિકોને ટેક્નોલોજી ક્ષેત્ર સહિત અમુક વ્યવસાયોમાં અસ્થાયી રૂપે USમાં કામ કરવાની મંજૂરી આપે છે. ટેક કંપનીઓએ રોગચાળા દરમિયાન ખુબ ભારે ભરતી કરી હતી, પરંતુ ત્યાર પછીથી મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું. આનાથી ઘણા H-1B વીઝા ધારકોને નવી નોકરીઓ શોધવા માટે મજબુર થવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp