26th January selfie contest

મુસ્લીમોના પવિત્ર શહેર મક્કા મદીનામાં હરિયાલી, પૈગંબરની ભવિષ્યવાણી સાચી પડી

PC: mdwlive.net

આખા વિશ્વમાં કરોડો મુસલમાનોના બે સૌથી પવિત્ર શહેરો છે મક્કા અને મદીનાની આસપાસ એકદમ દુર્લભ ઘટના બની છે. સાઉદી અરબના આ બે મહત્વના શહેરોના પહાડી વિસ્તારોમાં રણની અંદર હરિયાળી જોવા મળી રહી છે. આ વિસ્તારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, આ વિસ્તારમાં આ હરિયાળી ગયા વર્ષે થયેલા જોરદાર વરસાદના કારણે આવી છે. જ્યારે કેટલાક લોકો આ ચમત્કારિક ઘટનાને હજારો વર્ષેતી ચાલી રહેલી પૈગંબર મોહમ્મદની ભવિષ્યવાણી સાથે પણ જોડી રહ્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મક્કા અને મદીના શહેરોની આસપાસ જોરદાર વરસાદ પડ્યો હતો. આ બન્ને શહેરોની ચારે બાજુ સ્થિત પહાડો અને રણ વિસ્તારમાં હવે ઘાસ ઉગી રહ્યું છે. તેની તસવીરો વાયરલ થઇ રહી છે અને વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, ઉંટ અને અન્ય જીવ આ ઘાસ ખાઇ રહ્યા છે. સાઉદી અરબ પોતાના રણ વિસ્તાર અને અત્યંત ગરમ વાતાવરણ માટે જાણીતું છે. એવામાં ત્યાં વરસાદ અને હરિયાળી દેખાવી એક અનોખી ઘટના છે. એટલું જ નહીં, પણ આ ઘાસના વિસ્તારોને નાસાના સેટેલાઇટથી પણ જોઇ શકાય છે.

બ્રિટિશ અખબારના એક રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે, આ કયામતના દિવસના નજીક આવવાના સંકેત છે, જ્યારે દુનિયા ખતમ થઇ જશે. કહેવાય છે કે, પૈગંબર મોહમ્મદે 1400 વર્ષ પહેલા કહ્યું હતું કે, અંતિમ સમય ત્યાર સુધી ન આવશે કે જ્યાર સુધી અરબની ધરતી ઘાસના મેદાન અને નદીઓથી ભરાઇ જશે. જ્યારે, અમુક લોકો સાઉદી અરબની હરિયાળીને પ્રોત્સાહન આપવાના પગલા સાથે જોડી રહ્યા છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તનના નિષ્ણાંતોનું કહેવું છે કે, વધારે વરસાદ અને અચાનક આવેલું પૂર જળવાયુમાં ફેરફારના કારણે થયું છે.

ક્લાઇમેટ કનેક્ટ સંસ્થાના ડાયરેક્ટર લિયો મેયરે કહ્યું કે, તમે આવશ્યક રૂપે એમ ન કહી શકો કે સાઉદી અરબમાં ભારે વરસાદના કારણે જળવાયુ પરિવર્તન થયું છે. ખરાબ વાતાવરણ સંપૂર્ણ રીતે આખા વિશ્વમાં વધી રહ્યું છે. મક્કાને ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે. અહીં ગરમીમાં તાપમાન એવરેજ 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આ દરમિયાન ફક્ત 2થી 3 MM જ વરસાદ પડે છે.

ગયા ડિસેમ્બર મહિનામાં વરસાદ પોતાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે અને આખા શહેરમાં પૂર આવવાથી હાહાકાર મચી ગયો હતો. કાબાના દર્શન માટે મક્કા આવનારા મુસ્લિમોને પૂરના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે, વિશ્વનો અંત આવશે કે નહીં એ કહી ન શકાય પણ મક્કા અને મદીના માટે આ હરિયાળી એક સ્વાગત કરવા જેવી ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp