આ દેશે લેબગ્રોન ડાયમંડની જેમ નકલી સોનું પણ બનાવવા માંડ્યું?

ચીનમાં અત્યારે નકલી સોનું વેચાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લાં ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે લોકો સોનું ખરીદીને છેતરાઇ રહ્યા છે, કારણકે તેમની પાસે અસલીને બદલે નકલી સોનું આવી ગયું છે.
લેબોરેટરીમાં જે રીતે સિન્થેટીક ડાયમંડ બનવાના શરૂ થયા છે એ રીતે ચીને લેબમાં સોનું બનાવવા માંડ્યું હોવાની ચર્ચા છે. તાજેતરરમાં ચીનની રિર્ઝવ બેંક પાસે જે સોનું હોય તેમાંથી 4 ટકા સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું.લોકો આવા નકલી સોના પર બેંકોને અસલી સોનું કહીને લોન પણ મેળવી રહ્યા છે.
જાણવા મળેલી વિગત મુજબ ચીન રેનિયમ નામની ધાતુનો ઉપયોગ કરીને નકલી સોનું બનાવી રહ્યું છે, જે એકદમ સસ્તી ધાતું છે, પરંતુ ગોલ્ડમાં મિક્સ કર્યા પછી તેને ઓળખવી મુશ્કેલ પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp