ઘેટાઓએ ખાઈ લીધો ભાંગનો 100 કિલો પાક, હરકતો જોઈને પરેશાન થઈ ગયો માલિક, પછી...

ગ્રીસથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, અહી ઘેટાઓએ લગભગ 100 કિલો ભાંગનો પાક ખાઈ લીધો. ત્યારબાદ તેમની પ્રતિક્રિયા જોઈને તેનો માલિક પરેશાન થઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે લૂ અને તોફાન ડેનિયલથી પાક ખરાબ થઈ ગયો હતો અને જે કંઇ બચ્યું હતું તેને ઘેટાઓએ સાફ કરી દીધો. ગ્રીસના ઘણા હિસ્સા પૂરની ઝપેટમાં આવી ગયા. અનેક પશુઓના મોત થઈ ગયા, જે બચ્યા છે તેમના ખાવાનો ચારો મળી રહ્યો નથી. એવામાં ઘેટાઓનું એક ટોળું એક ખેતરમાં ઘૂસી ગયું. જ્યાં ભાંગનો પાક કરવામાં આવ્યો હતો.

ઘેટાઓએ ભાંગનો પાક ખાધા બાદ અજીબ હરકતો કરવાની શરૂઆત કરી દીધી. ઘેટાઓનો વ્યવહાર જોઈને માલિક હેરાનીમાં હતો. ઘેટાઓના માલિકે કહ્યું કે, ભાંગનો પાક ખાધા બાદ ઘેટાઓને ઉછળવાની શરૂઆત કરી દીધી. ઘેટાં બકરીઓથી વધારે ઊછળી રહ્યા હતા. ખેતરના માલિકે જણાવ્યું કે, મને ખબર નથી કે હું હસું કે રડું. લૂના કારણે અમે પહેલા જ ખૂબ નુકસાન સહ્યું, પછી અહી પૂર આવ્યો. અમે લગભગ બધુ જ ગુમાવી દીધું અને હવે આ ઘેટાઓનું ટોળું ગ્રીનહાઉસમાં ઘૂસી ગયું અને જે બચ્યું હતું તેને ખાઈ લીધું.

ઈમાનદારીથી કહું તો મને સમજ આવી રહી નથી કે હું તેના પર શું કહું. ઉલ્લેખનીય છે કે ગ્રીસમાં આવેલા તોફાનને વર્ષ 1930 બાદ આવેલા સૌથી ભયંકર તોફાનોમાંથી એક બતાવવામાં આવી રહ્યું છે. આ તોફાને Thessalyમાં 3 દિવસો સુધી તબાહી મચાવી, જેમાં 16 લોકો માર્યા જવાના સમાચાર છે. સ્ટોર્મના કારણે અનેક ગામો અને સિટીઓમાં પૂર પણ આવ્યો. હજારોની સંખ્યામાં લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. લાઈફ બોટ્સની મદદથી અનેક લોકોને તેમના ઘરથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા. આ તોફાનના કારણે લોકોએ પોતાની કમાણી અને પોતાના પશુઓને પણ ગુમાવી દીધા.

ગ્રીસ એ યુરોપીય સંઘ દેશોમાંથી એક છે જેણે ચિકિત્સા ઉદ્દેશ્યો માટે ભાંગની ખેતીને લીગલ કરી દીધી છે. વર્ષ 2018માં મેડિકલ ઉપયોગ માટે ભાંગની ખેતી માટે પોતાનું પહેલું લાઇસન્સ જાહેર કરી દીધું હતું. ઘણા દેશોમાં અત્યારે પણ ભાંગની ખેતી પર પ્રતિબંધ છે, ઘણી જગ્યાઓ પર તેનો ઉપયોગ નશા માટે કરવામાં આવે છે જ્યારે દવાઓ માટે પણ ભાંગની માગ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.