કપલ્સ માટે સ્વર્ગ કહેવાતા આ દેશમાં થઈ રહ્યા છે સૌથી વધુ છૂટાછેડા,આ છે કારણ

દુનિયામાં ઘણા ફરવાના શોખીન લોકો થઈ ગયા જેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને અનેક દેશો શોધ્યા અને તેમની સભ્યતાઓ વિશે જાણકારી મેળવી. એવુ જ એક નામ ઇબ્ન-બતૂતાનું પણ છે. મોરક્કોમાં જન્મેલા ઇબ્ન-બતૂતા દુનિયાનો પ્રવાસ કરતા 1343માં માલદીવ પણ પહોંચ્યા. ત્યાં ફરતા-ફરતા તેમણે એક યાત્રા સંસ્મરણ લખ્યું, જેને નામ આપ્યું- રિહ્લા. તેમા ઘણા બીજા દેશો સાથે માલદીવનો પણ ઉલ્લેખ કર્યો. તેમા જ એ મોરક્કન યાત્રીએ લખ્યું કે, થોડાં મહિના દ્વિપ પર વીતાવવા દરમિયાન તેણે 6 વાર લગ્ન કર્યા અને છૂટાછેડા આપ્યા.
તેઓ લખે છે કે, આ દ્વિપો પર લગ્નો કરવા સરળ છે. દ્વિપ નાના હોય છે અને મુલાકાત થતી રહે છે. અહીંની મહિલાઓ ખૂબ જ આકર્ષક છે અને સૌથી અજીબ વાત છે કે, અહીંના માછીમારો મહિનાઓ માટે સમુદ્ર યાત્રા પર નીકળી જાય છે. ઘણીવાર તેઓ બીજા દ્વિપ પર સેટલ થઈ જાય છે. એવામાં જતા પહેલા તેઓ પત્નીને છૂટાછેડા આપી દે છે જેથી તે પણ પોતાનું જીવન જીવી શકે. આ એક પ્રકારની ટેમ્પરરી વ્યવસ્થા છે. લોકો લગ્ન કરે છે અને યાત્રા પર જતી વખતે લગ્ન તોડી નાંખે છે.
આ તો થઈ 14મી સદીના ભોમિયાની વાત પરંતુ, માલદીવમાં આજે પણ પરિસ્થિતિ એવી જ છે. હિંદ મહાસાગરમાં વસેલા આ નાના દેશમાં છૂટાછેડાનો દર સૌથી વધુ છે. ગ્લોબલ ડિવોર્સ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, માલદીવમાં દર હજાર લગ્નો પર હાલ 5.52 છૂટાછેડા થઈ રહ્યા છે. આ આંકડો અમેરિકા, કેનેડા અથવા કોઈપણ મોડર્ન દેશ કરતા ઘણો વધુ છે. નેવુના દાયકાની શરૂઆતમાં અહીં લગ્નો અને છૂટાછેડાનો દર વધુ હતો. ત્યારે દર 1000 વયસ્કોમાં 34.4 લોકો લગ્ન કરતા. સેંસસ ડેટા એવુ પણ કહે છે કે, 1977માં 30ની ઉંમરની મોટાભાગની મહિલાઓ 3વાર છૂટાછેડામાંથી પસાર થઈ ચુકી હતી. તેનું કારણ શોધવામાં આવ્યું અને સોશિયલ સાયન્સને જણાયુ કે, એક નહીં છૂટાછેડા પાછળ ઘણા કારણો છે.
ગેલ ડિજિટલ સ્કોલર લેબમાં છપાયેલા ક્રોનિકલ વર્લ્ડમાર્ક એનસાઇક્લોપીડિયા ઓફ રિલીજિયસ પ્રેક્ટિસીસમાં લેખક આઇજેક હેનરી વિક્ટરે કહ્યું કે, બાકી ઇસ્લામ બહુમતિ ધરાવતા દેશોની સરખામણીમાં માલદીવમાં છૂટાછેડાનું પ્રમાણ ઘણુ વધુ છે કારણ કે, અહીંના લોકો સમુદ્ર યાત્રા વધુ કરે છે. ઇબ્ન બતૂતાની જેમ જ તેમા પણ એ જ કારણ આપવામાં આવ્યું. યાત્રા પર જતી વખતે લોકો જાણતા નથી હોતા કે તેઓ ક્યારે પાછા આવશે અથવા પાછા આવવા પર એ જ સાથી સાથે રહેશે. એવામાં ડિવોર્સ અપાવા માંડ્યા. આ જ કારણ છે કે, 60-70ના દાયકામાં જ્યારે બાકી દુનિયા છૂટાછેડાને હાવ માનતી હતી, આ દ્વિપ તેમા આગળ નીકળી ચુક્યો હતો.
છૂટાછેડાના ઊંચા દરને પગલે ગિનિસ બુક સુધીમાં સામેલ થઈ ચુકેલા માલદીવ પર જોકે એવી કોઈ સ્પેસિફિક સ્ટડી નથી મળતી, જે જણાવી શકે કે આ ખાસ કારણે છૂટાછેડા થાય છે. મોટાભાગની જગ્યાઓ પર એ જ ઉલ્લેખ મળે છે કે, અહીં ઇસ્લામિક સિદ્ધાંત અને શરિયા કાયદો લાગૂ છે તો પુરુષો માટે છૂટાછેડા આપવા એટલા મુશ્કેલ નથી. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં સરકારે છૂટાછેડાના દરને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. તે અંતર્ગત એ પતિઓએ ભારે દંડ આપવો પડે છે, જે કોર્ટ ગયા વિના પત્નીથી અલગ થઈ જાય છે.
ભારત અથવા બીજા દેશોમાં લોકો છૂટાછેડા પર વધુ ખર્ચ નથી કરતા, ત્યાં પતિ પોતાની પત્નીને એક નાનકડી રકમ આપવાનો વાયદો કરે છે. ત્યારબાદ ચા પાર્ટી થાય છે, જેમા નજીકના લોકો સામેલ હોય છે. પરંતુ, સ્થાનિક લોકો જ આવા પોકેટ ફ્રેન્ડલી લગ્ન કરે છે. માલદીવમાં ટ્રાવેલ પ્રમોટ કરનારી કંપનીઓ ભારે પેકેજ સાથે લગ્ન કરાવવા માટે જાણીતી છે.
મુસ્લિમ બહુમતિ ધરાવતા અરબ દેશોમાં છૂટાછેડાનો દર ખૂબ જ વધુ છે. ઇજિપ્તિયન કેબિનેટના ઇન્ફોર્મેશન એન્ડ ડિસીઝન સપોર્ટ સેન્ટરે કુવૈત, ઇજિપ્ત, કતર ઉપરાંત ઘણા ઇસ્લામિક દેશો પર થયેલા સર્વેમાં ચોંકાવનારો ટ્રેન્ડ જોયો. તે અનુસાર, કુવૈતમાં આશરે 48% લગ્નો છૂટાછેડા પર પૂર્ણ થાય છે. ઇજિપ્તમાં આ આંકડો 40% છે તો કતર અને જોર્ડનમાં આશરે 37%. UAE અને લેબનાન પણ આ લિસ્ટમાં છે. સપોર્ટ સેન્ટરે માન્યું કે, પહેલા પુરુષ જ છૂટાછેડા માટે આગળ આવ્યા કરતા પરંતુ, હવે મહિલાઓ પણ છૂટાછેડાની માંગ કરવા માંડી છે. અહીં નંબર વધતા ડિવોર્સ રેટમાં દેખાઈ રહ્યા છે.
દુનિયામાં સૌથી ઓછાં છૂટાછેડા જે દેશોમાં થાય છે તેમા વિયેતનામ ટોપ પર છે. ત્યાં દર હજારમાં 0.2% સુધી ડિવોર્સ થાય છે. બૌદ્ધ આબાદીવાળા આ દેશમાં ફેમિલી સ્ટ્રક્ચર પર ખૂબ જ ભાર આપવામાં આવે છે અને ટકી ગયેલા લગ્નોને સારી ઇકોનોમી સાથે પણ જોડવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp