પાકિસ્તાનમાં હિંદુ વિધવા સાથે રેપ, પછી માથું અને સ્તન કાપી કાઢ્યું માંસ

PC: twitter.com

પાકિસ્તાન લઘુમતી હિન્દુઓ માટે નરક બનતું જઇ રહ્યું છે. હાલની ઘટનામાં એક વિધવા હિન્દુ મહિલા સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દેવામાં આવી છે. આ મહિલા સાથે હેવાનોએ પહેલા રેપ કર્યો અને પછી તેની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. એટલું જ નહીં તેમણે હિન્દુ મહિલાનું માથું અને સ્તન કાપી દીધું અને તેની અંદરથી માંસ કાઢ્યું. આ ઘટના સિંધ પ્રાંતની છે, જ્યાં મોટા ભાગે પાકિસ્તાની હિન્દુ રહે છે. આ આખી ઘટનાને લઈને ખૂબ વિરોધ કર્યો, પછી 3 દિવસ બાદ સિંધ પોલીસ કેસ દાખલ કર્યો.

સિંધ એ જ પ્રાંત છે જ્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સત્તામાં છે. આ એ જ બિલાવલ ભુટ્ટો છે, જેણે ગુજરાત દંગાઓને લઈને ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઝેર ઓક્યૂ હતું. પાકિસ્તાની હિન્દુ સાંસદ કૃષ્ણ કુમારીએ જણાવ્યું કે, આ હિન્દુ મહિલા ભીલ સમુદાયની હતી. તેનું શબ ખરાબ હાલતમાં મળી આવ્યું છે. મહિલાનું માથું કપાયેલું હતું. એટલું જ નહીં, મહિલાના કપાયેલા માથામાંથી આખું માંસ પણ કાઢી લેવામાં આવ્યું હતું.

આ હેવાનિયત બાદ પાકિસ્તાની પોલીસે 3 દિવસ સુધી કેસ ન નોંધીને એ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત શું છે. કૃષ્ણ કુમારીએ જણાવ્યું કે, તેમણે હિન્દુ મહિલાના ગામનો પ્રવાસ કર્યો. લઘુમતી સમુદાયોના ભારે દબાવ બાદ પાકિસ્તાની પોલીસ પહોંચી અને કેસ નોંધવામાં આવ્યો. પાકિસ્તાની પત્રકાર વિનગાસે જણાવ્યું કે, આ આખા ઘટનાને મીડિયાએ હાઇલાઇટ સુધી ન કરી. એટલું જ નહીં આ કરુર હત્યાકાંડ બાદ ન તો શાહબાજ સરકાર અને ન તો બિલાવલ ભુટ્ટોની સિંધ સરકારે કોઈ નિવેદન આપ્યું છે.

વિનગાસે સવાલ કર્યો કે, શું સિંધ પોલીસ દોષીઓની ધરપકડ કરશે? શું ક્યારેય માતૃભૂમિ સિંધમાં હિન્દુઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે? પાકિસ્તાનની કુલ 22 કરોડની વસ્તીમાં માત્ર 4 ટકા જનતા જ લઘુમતી છે. એટલું જ નહીં પાકિસ્તાનની વર્ષ 2017ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 35 લાખ હિન્દુ અને 25 લાખ ઈસાઈ રહે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે મોટા ભાગે મારામારી અને હિન્દુઓના મંદિર તોડવાના સમાચાર આવતા રહે છે. એટલું જ નહીં તેમને ઇસ્લામાબાદમાં મંદિર પણ બનવા દેવામાં આવી રહ્યું નથી. હિન્દુ છોકરીઓ સાથે બળજબરીપૂર્વક અપહરણ કરીને તેમની સાથે લગ્ન અને ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp