26th January selfie contest

ભારે સુરક્ષા વચ્ચેથી ગાયબ થયા USAના 3 પરમાણુ બોમ્બ, અત્યાર સુધી નથી મળ્યા પુરા

PC: interestingengineering.com

અમેરિકન રાષ્ટ્રપતિ ગત દિવસોમાં કીવ પહોંચ્યા હતા. આટલા તાકતવાન દેશનું યુદ્ધ પ્રભાવિત દેશ પહોંચવું સામાન્ય વાત નથી. જાહેર છે કે એ છતા રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારે ઉતાર-ચડવા થઇ શકે છે. આ વાતને લઇને ગુસ્સે થયેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે પોતાનો પરમાણુ કરાર સસ્પેન્ડ કરી દીધા. વર્ષ 2010માં ન્યૂ સ્ટાર્ટ ન્યૂક્લિયર ટ્રીટી નામથી થયેલી આ સંધિનું ઉદ્દેશ્ય હતું કે બંને મોટા દેશોને ન્યૂક્લિયર વેપન પરની હોડ રોકવાનું.

આ અગાઉ પણ ઘણી સંધિઓ થઇ અને તૂટી ચૂકી હતી. તો હાલના સમયમાં આ જ એક ટ્રીટી હતી, જે રશિયા-અમેરિકાને વધુ હથિયાર બનાવતા રોકી શકતી હતી. હાલમાં તે પણ સ્થગિત થઇ ચૂકી છે. પરમાણુ હથિયાર પોતાની જાતમાં જેટલા ખતરનાક છે તેના સ્ટોરેજનો ઇતિહાસ એટલો જ રહસ્યમય છે. મોટા ભાગના દેશો માટે આ તેમની સૌથી મોટી સૈન્ય તાકત છે. આ જ કારણ છે કે જ્યારે કોઇ દેશ પોતાને પરમાણુ શક્તિ સંપન્ન બતાવે છે તો બાકી દેશ ક્યાંક ને ક્યાંક તેનાથી સંભાળીને વાત કરે છે.

આટલા કિંમતી અને ખતરનાક ખજાનાની સંભાળ પર સારી રીતે રાખવામાં આવે છે. અમેરિકાની વાત કરીએ તો તેણે પોતાના મોટા ભાગના હાથયારોને 5 રાજ્યોમાં 80 ફૂટ ઊંડાઇમાં સબમરીનમાં રાખ્યા છે. બાકી હથિયાર એર ફોર્સના બેઝમાં વેપન સ્ટોરેજ એન્ડ સિક્યોરિટી સિસ્ટમ હેઠળ એવા રૂમોમાં રાખવામાં આવ્યા છે, જ્યાં સુધી પહોંચવું સંભવ નથી. તેમાં સૈન્ય સુરક્ષા પણ છે અને ટેક્નિકલી સુરક્ષા પણ. વૉલ્ટ સુધી પહોંચવા માટે પાસવોર્ડ્સના ઘણા એવા ઘેરા હોય છે, જેમને તોડી નહીં શકાય.

સખત સુરક્ષા છતા પરમાણુ હથિયાર ગાયબ થતા રહ્યા. બીજા વિશ્વ યુદ્ધ બાદથી લઇને શીત યુદ્ધ દરમિયાન ન્યૂક્લિયર વેપન્સ સાથે જોડાયેલા અકસ્માત સતત વધતા ગયા. અહીં સુધી કે તેને રીતસરનું એક નામ આપી દેવામાં આવ્યું. આ ઘટનાઓને બ્રોકન એરોજ કહેવામાં આવે છે. અત્યાર સુધી બ્રોકન એરોજની કુલ 32 ઘટનાઓ થઇ ચૂકી છે. તેમાં કોઇ હથિયારનું એક્સિડન્ટલી લોન્ચ થઇ જવું પણ સામેલ છે અને ખોવાઇ જવાનું પણ. 50 દશકથી અત્યાર સુધી 6 ન્યૂક્લિયર વેપાન ગાયબ થઇ ચૂક્યા છે, તેમાંથી 3ની અત્યાર સુધી જાણકારી મળી શકી નથી.

5 ફેબ્રુઆરી 1958ના રોજ જોર્જિયાના ટીબી આઇલેન્ડમાં પડેલો માર્ક 15 થર્મોન્યૂક્લિયર બોમ્બ આજ સુધી મળી શક્યો નથી. તેને વિમાનનું વજન ઓછું કરવા માટે પાડવામાં આવ્યો હતો જેથી વિમાનની સેફ લેન્ડિંગ કરી શકાય. પડ્યા બાદ જ્યારે શોધવામાં આવ્યા તો વેપન ગાયબ હતા. તેની શોધમાં ઘણા સિક્રેટ મિશન ચાલ્યા. અહી સુધી કે પાણીની અંદર સોનાર ડિવાઇઝની પણ મદદ લેવામાં આવી જેથી તરંગો પકડી શકાય. પરંતુ બોમ્બની જાણકારી અત્યાર સુધી મળી શકી નથી. અભિયાન ટર્મિનેટ કરતા તેને ખોળાયેલા માની લેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp