લાશના ટુકડા કરી સૂપ બનાવી પી ગયા...શ્રદ્ધા કરતા ખતરનાક આ મોડલની મર્ડર મિસ્ટ્રી

PC: mothership.sg

શ્રદ્ધા મર્ડર કેસ ખૂબ જ ભયાનક હતો જેણે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો પરંતુ, તમને એ જાણીને નવાઇ લાગશે કે દુનિયાની આ ફેમસ મોડલનો મર્ડર કેસ શ્રદ્ધા વાલ્કર કરતા પણ વધુ ભયાનક છે. શ્રદ્ધા કેસમાં તો લાશના ટુકડાં કર્યા બાદ આફતાબે એ ટુકડાં જંગલમાં ફેંકી દીધા હતા પરંતુ, આ મોડલની લાશના ટુકડાંને ઉકાળીને સૂપ બનાવવામાં આવ્યું. હત્યારાઓએ મોડલના માંસનું સૂપ પીધુ. આ વર્ષે ફેબ્રુઆરીમાં હોંગકોંગની એક ફેમસ મોડલના બ્રૂટલ મર્ડરના સમાચારે દુનિયાની મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. આ મોડલનું નામ હતું એબી ચોઈ. 28 વર્ષીય એબી ખૂબ જ જાણીતી મોડલ રહી છે. પેરિસ વીકમાં એબી હંમેશાં રેમ્પવોક કરતી હતી. હોંગકોંગ ઉપરાંત દુનિયામાં પણ તેનું સારું ફેન ફોલોઇંગ હતું. ઇન્સ્ટાગ્રામમાં એબીના એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.

21 ફેબ્રુઆરીના દિવસે એબીના પરિવારજનોએ તેના ગૂમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. કોઈપણ એબીનો કોન્ટેક્ટ કરી શકતું ન હતું. એબી ચોઈ ખૂબ જ ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. તેના પિતા સિમેન્ટના મોટા વેપારી છે. એબી પોતે 100 મિલિયન ડૉલર કરતા વધુ સંપત્તિની માલિક હતી. તમામ મોટા અસાઇન્મેન્ટ તેની પાસે હતા. દુનિયાના મોટા-મોટા ફેશન શોનો તે હિસ્સો રહેતી હતી. ઉલ્લેખનીય છે કે, એબીના ગૂમ થતા જ પોલીસ પર પ્રેશર હતું તેને શોધવાનું. હોંગકોંગની પોલીસ આ મોડલને શોધવામાં જોતરાઇ. જાણકારી આપનારને ઇનામની જાહેરાત કરવામાં આવી.

પોલીસને સૂચના મળી કે એબી હોંગકોંગમાં જ એક ગામમાં છેલ્લીવાર જોવા મળી હતી. પોલીસ આઉટસ્કર્ટમાં આ ગામમાં એ ઘરમાં છાપો મારે છે જ્યાં છેલ્લીવાર આ મોડલ દેખાઈ હતી પરંતુ, અહીં એબી નથી મળતી. ઘરની તલાશી શરૂ થાય છે તો પોલીસના હોશ ઉડી જાય છે. ફ્રીઝમાં બે પગ અને માંસનો કેટલોક હિસ્સો પોલીસે જપ્ત કર્યો. કપાયેલા પગ અને માંસના કેટલાક ટુકડાંને તપાસ માટે મોકલી આપવામાં આવે છે તો જાણકારી મળી કે તે જાણીતી મોડલ એબી ચોઈના છે.

આ ઘર એબીના પૂર્વ પતિના પરિવારજનોનું હતું. એબીએ 18 વર્ષની ઉંમરમાં એલેક્સ ક્વાંગ સાથે લગ્ન કર્યા હતા. એલેક્સ અને એબીના ત્રણ બાળકો પણ થયા પરંતુ, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા. એબીએ બીજા લગ્ન કરી લીધા. જોકે પહેલા પતિ સાથે પણ એબીના સંબંધો સામાન્ય હતા. તે પોતાના બાળકો અને પૂર્વ પતિના પરિવારજનોને મળતી રહેતી હતી. સમાચાર સામે આવ્યા કે એબી અને તેના પૂર્વ પતિના પરિવારજનો વચ્ચે કરોડો રૂપિયાની એક પ્રોપર્ટીને લઈને થોડાં મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે એલેક્સ અને તેના પરિવારના લોકોની એબીની હત્યાના આરોપમાં ધરપકડ કરી.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, એબીના સસરા, પતિ, દિયર અને સાસુએ આ મોડલને મારવાનું ષડયંત્ર રચ્યુ હતું. આ ષડયંત્ર અંતર્ગત તેમણે એબીને એ ઘરમાં બોલાવી અને પછી તેને કારથી ટક્કર મારી દીધી. ત્યારબાદ મોડલને બેભાન અવસ્થામાં ઘરમાં લઈ આવ્યા અને ઇલેક્ટ્રિક આરીથી તેના ટુકડાં કરી દીધા. મોડલના પગ અને માંસના કેટલાક ટુકડાઓને ફ્રીઝમાં મુકવામાં આવ્યા જ્યારે તેના માથાને સૂપના વાસણમાં નાંખીને ઉકાળી દીધુ. એબીની ખોપડીની સાથે તેમણે સૂપમાં કેટલાક વેજીટેબલ્સ પણ નાંખ્યા.

પોલીસે ફરી તે ઘરની તલાશી લીધી તો સૂપના વાસણમાં કોબી અને બીજા શાકભાજી લિક્વિડની ઉપર તરતા મળ્યા. તેની અંદર એક ખોપડી હતી જેનું માંસ પીગળી ચુક્યુ હતું. તપાસમાં સ્પષ્ટ થઈ ગયુ કે તે ખોપડી એબીની જ હતી. આ ભયાનક હત્યાની સ્ટોરીએ સમગ્ર દુનિયાને હચમચાવી નાંખી. હત્યાના તમામ આરોપી હવે પોલીસ કસ્ટડીમાં છે. આશ્ચર્યની વાત એ છે કે, એબીના પૂર્વ સસરા ક્વાંગ કાઉ જે આ હત્યાના માસ્ટરમાઇન્ડ છે તે પહેલા પોલીસમાં હતા. જોકે બાદમાં એક છોકરી સાથે અસભ્ય વર્તન બદલ તેમને પોલીસની નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp