USની સેના દર વર્ષે વાયગ્રા પાછળ 41.4 મિલિયન ડોલર ખર્ચ કરે છે? મહિલા સાંસદે...

PC: defensenews.com

અમેરિકાના મહિલા સાંસદ સમર લીએ અમેરિકાની સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે USની સેના દર વર્ષે વાયગ્રા પાછળ કેટલા ડોલરનો ખર્ચ કરે છે? સંસદમાંથી તો સમર લીને જવાબ નહોતો મળ્યો, પરંતુ તેમણે પોતે જ જવાબ આપીને કહ્યું હતું કે અમેરિકાની સેના એક વર્ષમાં 41.4 મિલિયન ડોલરનો ખર્ચ વાયગ્રા પાછળ કરે છે, આટલી રકમમાં તો દેશમાં અનેક જરૂરી કામો થઇ શકે છે.

અમેરીકી કોંગ્રેસ બીજા મોટા સંરક્ષણ પેકેજ પર મતદાન કરવા જઈ રહી છે જ્યાં વિવિધ સભ્યોની પ્રાથમિકતાઓ અલગ અલગ છે. સંરક્ષણ પર ખર્ચના સંદર્ભમાં, યુએસ સંસદમાં એક સાંસદે દાવો કર્યો છે કે અમેરિકાનું સૈન્ય એક વર્ષમાં વાયગ્રા પર 41 મિલિયન ડોલરથી વધુ ખર્ચ કરે છે. આ રકમમાં અનેક પુલોનું સમારકામ અથવા આ રકમ અન્ય મહત્વના કામો માટે વાપરી શકાય તેમ છે. ડિફેન્સ પેકેજ પર વોટિંગ પહેલાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

અમેરિકન સંસદમાં અમેરિકન સાંસદ સમર લીએ અમેરિકાની સેના પર વાયગ્રા પર મોટી રકમ ખર્ચી હોવાનો દાવો કર્યો છે. લી કહે છે કે 41.6 મિલિયન ડોલરની રકમથી સામાન્ય માણસના જીવનમાં મોટો બદલાવ લાવી શકાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ રકમથી પિટ્સબર્ગના ઘણા પુલનું સમારકામ પણ કરી શકાય છે. સેનામાં વાયગ્રાના ઉપયોગ અને તેના પર થતા ખર્ચ સંબંધિત તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસવુમન સમર લી, જેઓ પેન્સિલવેનિયાના 12મા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે સંરક્ષણ વિભાગના અધિકારીને સૈન્ય ખર્ચ સંબંધિત પ્રશ્નો પૂછ્યા, પરંતુ સંરક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું કે, સોરી, મારી પાસે આ માહિતી નથી. સાંસદ સમર લીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ પોતાના સવાલનો જવાબ આપતાં તેમણે પોતે જ અમેરિકાની સેના વાયગ્રા પાછળ દર વર્ષે કેટલાં રૂપિયા ખર્ચ કરે છે તેનો જવાબ આપ્યો હતો અને સાથે એમ પણ કહ્યુ હતું કે આટલા રૂપિયાથી બીજા અનેક કામો થઇ શકે છે.

સમર લીએ સંસદમા પુછેલા સવાલનો વીડિયો ટ્વીટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સમર લીએ ડાયરેક્ટર ઓફ ડિફેન્સને કહ્યુ હતું કે, શું તમને ખબર છે? અમેરિકાની સેનાના વાયગ્રા પાછળ જેટલો ખર્ચ થાય છે એટલામાં તો મારા ડિસ્ટ્રીક્ટમાં અનેક કામો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp