8 વર્ષ સુધી ખોદકામ બાદ મળ્યો 50 ટન સોનાનો ભંડાર, 3 ટ્રિલિયન ડોલર કિંમત

PC: scmp.com

ચીને હાલમાં જ સોનાના એક વિશાળકાય ભંડારની શોધ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભંડારનો વજન લગભગ 50 ટન છે, જેને વર્તમાન બજારની કિંમત લગભગ 3 ટ્રિલિયન ડોલરમાં વેચી શકાય છે. ચીનની સરકારી મીડિયા CGTN મુજબ, આ ભંડાર પૂર્વી ચીનના શેડોન્ગ પ્રાંતના ગ્રામીણ રુશાન શહેરમાં ઉપસ્થિત છે. પ્રાંતના ખનીજ સંસાધન ઓથોરિટીએ તેની જાણકારી આપી છે. શેડોન્ગ પ્રોવિન્શિયલ ઓફ જિયોલોજી એન્ડ મિનરલ રિસોર્સિસે કહ્યું કે, ભંડાર એક મોટા ક્ષેત્રને કવર કરે છે.

અયસ્કોને માઇન કરવું અને તૈયાર કરવાનું ખૂબ સરળ છે. ચીનનો શેડોન્ગ છેલ્લા 4 દશકોથી ચીનમાં કોઈ પણ અન્ય પ્રાંતની તુલનામાં મોટા ઉત્પાદન સાથે સોનાના સંસાધનોથી સમૃદ્ધ છે. બ્યૂરોમાં 6મી જિયોલોજીકલ બ્રિગેડના ડેપ્યૂટી હેડ ઝોઉ મિંગલિંગે સ્થાનિક મીડિયા ડોજોન્ગ ડેઇલીને જણાવ્યું કે, ભંડારની શોધમાં નિરીક્ષકોએ 1400 મીટરની ઊંડાઈ સુધી 250 કરતા વધુ હૉલ કર્યા. સરકાર પાસેની મૂલ્યાંકનથી જાણકારી મળી કે સોનાના ભંડારથી ઓછામાં ઓછા 20 વર્ષ માટે 2000 ટન સોનાના અયસ્કનું ઉત્પાદન કરી શકે છે.

ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, લગભગ 8 વર્ષનો શોધખોળ બાદ જિલાકોઉ ગોલ્ડ માઇન આ ક્ષેત્રમાં સૌથી મોટો સોનાનો ભંડાર બની ગયો છે. તે વર્ષ 2023માં અત્યાર સુધી સૌથી મોટી શોધ છે. ભંડારમાં હાઇ ક્વાલિટીવાળા સોનાનું અયસ્ક છે જેને સરળતાથી ખનન અને રિફાઇન કરી શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શોધવામાં આવેલો ભંડાર ચીનના સોનાના ભંડારમાં મોટો વધારો કરશે.

ચીન પાસે કેટલી છે સોનું?

ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરીના અંત સુધી ચીનનો સોનાનો ભંડાર 1,869 ટન છે. શેડોન્ગ ચીનનો સૌથી મોટું ઉત્પાદન ક્ષેત્ર છે. અહી ધાતુનો સૌથી મોટો ભંડાર છે. ગયા વર્ષે પ્રાંતની ઘણી મુખ્ય ખાણોએ ફરી સામાન્ય પરિચલન શરૂ કર્યું અને પૂર્વ મહામારી સ્તર પર પહોંચી ગયો. રિપોર્ટ્સ મુજબ, ગયા વર્ષે 2022માં ચીનના સોનાનો પુરવઠો 1001.74 ટન સુધી પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp