રાત્રે રસ્તા પર કારમાંથી ઉતરેલી પત્નીને 'ભૂલી' ગયો પતિ, 160 KM આગળ નીકળી ગયો

PC: aajtak.in

ડ્રાઇવર રસ્તામાં પતિ-પત્નીને ભૂલી ગયો. જેના કારણે પત્નીને લગભગ 20 કિમી ચાલીને આવવું પડ્યું હતું. આ દરમિયાન પતિ પણ લગભગ 160 કિમી સુધી દૂર પહોંચી ગયો હતો. જ્યારે પત્નીનો ફોન આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની કારમાં નથી.

આ ચોંકાવનારો કિસ્સો થાઈલેન્ડના મહાસરાખમ પ્રાંતમાં સામે આવ્યો છે. 55 વર્ષીય બૂંટોમ ચૈમૂન 25 ડિસેમ્બરે તેની 49 વર્ષીય પત્ની અમુનાએ ચૈમૂન સાથે રોડ ટ્રિપ પર ગયા હતા. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યે પતિ બૂંટોમ શૌચ કરવા રોકાયો હતો.

જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે કારની પાછળની સીટ પર પત્ની અમુનાએ ચૈમૂન હાજર હોવાનું વિચારીને કાર ચલાવવાનું શરૂ કર્યું. જો કે આ દરમિયાન પત્ની પણ દૈનિક ક્રિયાકર્મ માટે કારમાંથી બહાર નીકળી હતી. પત્નીએ આ અંગે પતિને જાણ કરી ન હતી.

જ્યારે પત્ની પાછી આવી તો તેણે જોયું કે, તેનો પતિ કાર સહિત તે જગ્યાએથી નીકળી ગયો હતો. તે અંધારું અને સુમસામ રસ્તો અને પોતાને એકલી જોઈને તે ડરી ગઈ હતી.

આ પછી તે રાતના અંધારામાં લગભગ 20 કિલોમીટર સુધી ચાલતી રહી. ત્યારબાદ તે સવારે પાંચ વાગે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી અને મામલાની જાણકારી આપી. મહિલાને તેના પતિનો ફોન નંબર યાદ નહોતો, તે પોતાનો ફોન પણ કારમાં જ ભૂલી ગઈ હતી. આ પછી તેણે પોલીસ દ્વારા જ તેના નંબર પર 20 વખત ફોન કર્યો, પરંતુ પતિએ રિસીવ કર્યો નહીં.

પછી એક વખત જ્યારે અધિકારીઓએ મહિલાના સંબંધીઓને પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સવારના લગભગ 8 વાગી ચુક્યા હતા. ત્યારે જઈને પોલીસ અધિકારીઓ મહિલાના પતિનો સંપર્ક કરી શક્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેનો પતિ લગભગ 160 કિલોમીટર સુધી દૂર નીકળી ગયો હતો.

જ્યારે પતિને ખબર પડી કે, તે તેની પત્નીને છોડીને ઘણો દૂર નીકળી ગયો છે, ત્યારબાદ તેણે કારને યુ-ટર્ન કરી અને તેની પત્નીને પાછી લેવા આવ્યો. પત્નીએ કહ્યું કે, અમારા લગ્નને 27 વર્ષ થયા છે અને અમને બંનેને 26 વર્ષનો પુત્ર પણ છે.

જ્યારે અધિકારીઓએ પુરુષને પૂછ્યું કે, શું તેણે આટલા લાંબા પ્રવાસ દરમિયાન તેની પત્નીને જોઈ જ નહિ? આ સાંભળીને તે શરમાઈ ગયો. પતિએ કહ્યું કે, તેને લાગ્યું કે તેની પત્ની પાછળની સીટ પર છે અને સૂઈ રહી છે. જ્યારે પતિ પત્ની પાસે પહોંચ્યો તો તેણે માફી માંગી. પત્નીએ કહ્યું કે, આ મુદ્દે તેનો પતિ સાથે કોઈ ઝઘડો થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp