પુરુષે આપ્યો છોકરીને જન્મ, કારણ જાણીને રહી જશો હેરાન, જાણો કેવી રીતે થયું સંભવ

PC: nypost.com

ઈંગ્લેન્ડમાં એક પિતાએ સંતાનને જન્મ આપીને બધાને હેરાનીમાં નાખી દીધા છે. 27 વર્ષીય સેલેબ બોલ્ડેન અને તેની 25 વર્ષીય પત્ની નિયામ બોલ્ડેન એક બાળકના માતા-પિતા બની ગયા છે. બાળકોને જન્મ નિયામે નહીં, પરંતુ તેના પતિ સેલેબે આપ્યો છે. સેલેબ એક ટ્રાન્સજેન્ડર પુરુષ છે. નિયામને 3 વખત ગર્ભપાતનો સામનો કરવો પડ્યો હતો અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે બાળકોને જન્મ આપી શકતી નહોતી. નિયામને ડૉક્ટરોએ જણાવ્યું કે, તે ક્યારેય બાળકોને જન્મ નહીં આપી શકે કેમ કે તેના ઈંડા ફર્ટિલાઇઝ થવામાં અસમર્થ હતા. એટલે સેલેબે બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો.

SWNSના રિપોર્ટ મુજબ, આ નિર્ણય લેવા અગાઉ બંનેએ સ્પર્મ ડોનર દ્વારા બાળકને જન્મ આપવાનું પણ વિચાર્યું હતું. એ સમયે સેલેબ પૂરી રીતે પુરુષ બનવા ટેસ્ટેસ્ટેરોનની ઇન્જેક્શન લઈ રહ્યો હતો. સેલેબે જ્યારે બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો તો પછી તેણે જાન્યુઆરી 2022 બાદ ટેસ્ટેસ્ટેરોનના ઇન્જેક્શન લેવાના બંધ કરી દીધા હતા. ઇન્જેક્શનની મદદથી તે પૂરી રીતે પુરુષ બની શકતો, પરંતુ બાળકો માટે તેણે તેને લેવાનું બંધ કરી દીધું. પછી દંપતીએ સ્પર્મ ડોનર સાથે મુલાકાત કરી અને સેલેબ 6 મહિનાની અંદર પ્રેગ્નેન્ટ થઈ ગયો.

ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં રહેનારા આ કપલને આ દરમિયાન લોકો પાસેથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી, પરંતુ તેમનો પરિવાર અને મિત્રોએ તેમનો પૂરો સાથ આપ્યો. સેલેબે 9 મહિના સુધી ગર્ભ પાળ્યો અને પછી મે 2023માં એક દીકરીને જન્મ આપ્યો. ત્યારથી બંને હૉસ્પિટલમાં હતા. સેલેબે SWNSને જણાવ્યું કે, મારી પત્નીને સમસ્યા હતી એટલે મેં બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. એ ખૂબ મુશ્કેલ હતું. તે મારી દીકરી છે અને મેં તેને જન્મ આપ્યો છે. હું ઈચ્છું છું કે અન્ય ટ્રાન્સ લોકોને ખબર પડે કે બાળકોને જન્મ આપવું સારું છે. છોકરી અને પિતા બંને સ્વસ્થ છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, જેમ જેમ સેલેબનો બેબી બંપ વધતો ગયો, વધુ લોકોએ ગોળ બેબી બંપવાળા ટ્રાન્સજેન્ડર પિતાને નોટિસ કરવાની શરૂઆત કરી દીધી. તેમણે કહ્યું કે, મોટા ભાગના મિત્રો અને પરિવાર તેમનું સમર્થન કરી રહ્યા હતા, પરંતુ કેટલાકે સૂચન કર્યું કે પુરુષ ગર્ભવતી નહીં થઈ શકે! વેસ્ટ સફોક હૉસ્પિટલમાં સેલેબે મે 2023માં એક દીકરીને જન્મ આપ્યો. તેની પ્રાઈવાસી કાયમ રાખવા માટે તેને એક ખાનગી રૂમમાં જ રાખવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp