3 મહિલા સાથે રહે છે આ વ્યક્તિ, બોલ્યો-હું નથી કરતો કોઈ કામ, પત્નીઓ ચલાવે છે ઘર

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે, ‘લગ્ન એ બે આત્માઓનું મિલન છે’, પરંતુ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય તો લગ્ન જીવનમાં ભૂકંપ આવી જાય છે. ત્રીજા વ્યક્તિની એન્ટ્રીથી જે લગ્ન જીવનમાં ભૂકંપ આવે છે તેનાથી જૂનો લગ્ન સંબંધ, એ જૂના લગાવો, પ્રેમ, સંબંધો બધુ પડી ભાંગે છે. આખું બનાવેલું સુંદર અને પ્રેમાળ ઘર પણ વેર-વિખેર થઈ જાય છે. પરંતુ એક વ્યક્તિ હાલમાં એક અનોખા રિલેશનશિપના કારણે ચર્ચામાં આવી ગયો છે.

આ વ્યક્તિ એક જ ઘરમાં પોતાની 3 પત્નીઓ સાથે રહે છે. વ્યક્તિનું કહેવું છે કે તે કોઈ કામ કરતો નથી, તેની ત્રણેય પત્ની જ જોબ કરે છે. હાલમાં જ આ વ્યક્તિએ ત્રણેય પત્નીઓ સાથે પોતાની ત્રણેય પત્નીઓ સાથે પોતાના રિલેશનશિપને લઈને એક ટી.વી. શૉમાં કેટલીક ચોંકાવનારો વાતો કહી છે. આ વ્યક્તિએ શૉ દરમિયાન કહ્યું કે, હું ચેસના રાજાની જેમ છું, આ કારણે વધારે આમ તેમ મૂવ કરતો નથી. મારી પત્નીઓ રાણીની જેમ છે, તેઓ જ ઘર ચલાવે છે.

39 વર્ષીય નિક ડેવિસ TLCના રિયાલિટી શૉ Seeking Sister Wifeમાં પોતાની ત્રણેય પત્ની અપ્રેલ, જેનિફર અને ડેનિયલ સાથે નજરે પડ્યો હતો. નિક ડેવિસની ત્રણેય પત્નીઓ ફૂલટાઇમ જોબ કરે છે. તેણે કહ્યું કે, અપ્રેલ મારી પહેલી પત્ની છે. અમારા બંનેની પહેલી મુલાકાત યુનિવર્સિટીમાં થઈ હતી. ત્યારબાદ અમે બંને જ એક-બીજાને દિલ દઈ બેઠા. અમે બંને 15 વર્ષથી એક સાથે છીએ. નિક અને અપ્રેલની જિંદગીમાં લગભગ 10 વર્ષ અગાઉ જેનિફરની એન્ટ્રી થઈ.

અપ્રેલ અને જેનિફરની મુલાકાત કામ કરતા થઈ. અપ્રેલ મેનેજર તરીકે કામ કરી રહી હતી, તો જેનિફર IT કંપનીમાં મેનેજર હતી. અપ્રેલે જણાવ્યું કે, જેવી જ જેનિફર મળી, તેને પૂરી આશા હતી કે નિકને પણ પસંદ આવશે. જેનિફરની ઉંમર ત્યારે 19 વર્ષ હતી. પછી આ ત્રણેયની જિંદગીમાં ગયા વર્ષે જ 22 વર્ષીય ડેનિયલની એન્ટ્રી થઈ. ડેનિયલે નિક સાથે લગ્ન કર્યા. ડેનિયલના લગ્ન પહેલા જેનિફરે ગયા વર્ષે જૂનમાં વેરા નામની છોકરીને જન્મ આપ્યો હતો. રિયાલિટી શૉ દરમિયાન નિકે કહ્યું કે, રાત્રે હું આ ત્રણેય વચ્ચે ઊંઘુ છું. મારું જ્યારે રોમાન્સ કરવાનું મન થાય છે તો હું ત્રણેય જ પત્નીઓનું પૂરું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરું છું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.