હું દેશદ્રોહી નથી, નસરુલ્લા સાથે ભારત આવીશ, પાકિસ્તાન ખૂબ સુંદર છે: અંજુ

PC: twitter.com

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ત્યાંથી પોતાના દેશને સંદેશો આપ્યો છે. અંજુનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેણે ભારત આવવાની વાત કહી છે. આ વીડિયોમાં અંજુ સાથે નસરુલ્લા પણ જોવા મળી રહ્યો છે. અંજુ જુલાઈમાં તેના પાકિસ્તાની ફેસબુક મિત્ર નસરુલ્લાને મળવા ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. અંજુનો વિઝા જે 20 ઓગસ્ટે પૂરો થવાનો હતો, તે હવે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અંજુના મતે ભારત અને પાકિસ્તાન બંને સુંદર દેશ છે અને તે દેશદ્રોહી નથી. અંજુનો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે મીડિયા સાથે વાત કરી રહી હતી.

નસરુલ્લાની સાથે હાજર રહેલી અંજુએ કહ્યું, 'દરેકને લાગે છે કે હું અહીં આવીને આ જગ્યાના વખાણ કરી રહી છું. એવું નથી, જે હકીકતમાં છે તે જ બતાવી રહી છું. ભારત પણ સુંદર છે અને આ એક જ ભૂમિ છે. સરહદ તો પાછળથી બનાવવામાં આવી છે. એવું નથી કે હું ભારતને પ્રેમ નથી કરતી. તેણે આગળ કહ્યું, 'હું ભારત પણ પાછી જઈશ. એકલી પણ જઈશ અને બંને સાથે પણ જઈશું.'

અંજુ કહે છે કે, તેના વિશે મીડિયામાં ઘણી અફવાઓ છે. તેનો ફોટો બતાવીને કહેવામાં આવી રહ્યું છે કે, તેણે પોતાના દેશ સાથે દગો કર્યો છે, બાળકો સાથે ખોટું કર્યું છે. પણ એવું નથી અને તેણે કહ્યું, 'હું પણ માણસ છું.' અંજુએ કહ્યું કે, મારા માટે થોડું પોઝિટિવ વિચારો અને તે કોઈની દુશ્મન નથી.

એવા અહેવાલો છે કે, અંજુએ પાકિસ્તાન જઈને ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેનું ઇસ્લામિક નામ ફાતિમા જણાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે નસરુલ્લા અંજુને તેની પત્ની તો કહી રહ્યા છે, પણ અંજુએ હજુ સુધી તેને જાહેરમાં પતિ તરીકે સંબોધ્યો નથી. તાજેતરમાં જ નસરુલ્લાએ પોતે અંજુના વિઝા લંબાઈ ગયાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે તેમના વિઝાને એક વર્ષ માટે લંબાવ્યો છે.

નસરુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ અંજુના બાળકોને પાકિસ્તાન મોકલવા માટે ભારત સરકારને અપીલ કરશે. બીજી તરફ અંજુના ભારતીય પતિ અરવિંદે સ્પષ્ટ કર્યું છે કે, બાળકો તેમની સાથે ભારતમાં જ રહેશે. અરવિંદે અંજુ વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. આ FIRના કારણે નસરુલ્લા ખૂબ ગુસ્સે છે. તેણે ભારતીય મીડિયા સાથે વાતચીતમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું છે કે, તે કોઈથી ડરતો નથી. સાથે જ તેણે અંજુને સુરક્ષા આપવાની શરતે ભારત મોકલવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp