'17 વર્ષથી મેં ખાધું નથી,કોલ્ડ ડ્રિંક્સ પીને જ જીવું છું',માણસનો ચોંકાવનારો દાવો
એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે તેને ભૂખ બિલકુલ નથી લાગતી. છેલ્લા 17 વર્ષથી તે કોલ્ડ ડ્રિંક પીને જ જીવે છે. તેણે 2006થી અનાજ ખાવાનું છોડી દીધું હતું. એટલું જ નહીં, તે વ્યક્તિનું કહેવું છે કે, તે માત્ર 4 કલાકની જ ઊંઘ લે છે. તેના આવા દાવા પર લોકો અલગ-અલગ પ્રકારની વાતો કહી રહ્યા છે. આ મામલો ઈરાનનો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ વ્યક્તિનું નામ ઘોલમરેઝા અરદેશીરી છે. ઘોલમરેઝા અરદેશરીએ દાવો કર્યો કે, છેલ્લા 17 વર્ષથી તેમણે મોંમાં અનાજનો એક દાણો પણ નાંખ્યો નથી. તેઓ તેમનો આખો દિવસ માત્ર પેપ્સી અથવા 7UP પીને જ પસાર કરતા હોય છે. કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી તે માત્ર જીવિત જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ પણ છે.
ફાઈબર ગ્લાસ રિપેરિંગનું કામ કરતા અરદેશીરી કહે છે કે, તેમનું પેટ માત્ર કોલ્ડ ડ્રિંક્સ જ પચાવી શકે છે. જો તેઓ કંઈક બીજું ખાવાનો પ્રયાસ કરે છે, તો તેઓને ઉલટી થઇ જાય છે. અરદેશરીના કહેવા પ્રમાણે, તેણે છેલ્લે 2006માં ભોજન લીધું હતું. આ પછી તેણે કોલ્ડ ડ્રિંક્સ પીને જ પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. અરદેશરીના જણાવ્યા અનુસાર, પેપ્સી અને 7Up જેવા કાર્બોરેટેડ પીણાંમાંથી તેમને જે ઊર્જા મળે છે, તે તેમને જીવતો રાખવા માટે અને પેટ ભરવા માટે પૂરતું છે.
અરદેશિરીએ એમ પણ જણાવ્યું કે, તેમણે તેમની સ્થિતિ માટે ડૉક્ટરોની સલાહ લીધી હતી. પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે, આ બધું તેના દિમાગની ઉપજ છે. તેમને કોઈ સમસ્યા નથી. વાસ્તવમાં, અરદેશરીએ ડૉક્ટરોને કહ્યું હતું કે, જ્યારે પણ તે કોઈ પણ ખોરાક ખાય છે, ત્યારે તેને એવું લાગે છે કે તેના મોંમાં વાળ જતા હોય છે. જ્યારે ઠંડા પીણામાં તેને આવી કોઈ સમસ્યા નથી થતી.
No food, just fizzy drinks for a man claiming he has not eaten a single meal in 17 yearshttps://t.co/kkWQtLXZLR
— Daily Star (@dailystar) May 14, 2023
ડોકટરોએ અરદેશરીને કહ્યું કે, તેના માટે મનોચિકિત્સકને મળવું વધુ સારું રહેશે. હાલમાં, અરદેશરીને તેની ભૂખમાં થયેલા ફેરફારનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી. નિષ્ણાંતોના મતે સ્થૂળતા અને શુગર વધારવામાં ઠંડા પીણા મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે, તેને ખૂબ ઓછી માત્રામાં પીવાની સલાહ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp