નોકરી માટે છોકરીએ શેર કર્યો બિકીની ફોટો, જોબ માટે આવી અનેક ઓફર્સ
24 વર્ષીય એક છોકરીએ જોબ માટે જાહેરાત આપી. ખાસ વાત એ છે કે તેણે આ જાહેરાતમાં જે ફોટો લગાવ્યો હતો તેમા તેણે બિકીની પહેરી હતી. આ કારણે જ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવુ હતું કે, તેને બિકીની ફોટાના કારણે જ નોકરી નહીં મળશે. પરંતુ, હવે છોકરીએ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. બ્રિટનમાં રહેતી 24 વર્ષીય ટેડી સ્વાન છેલ્લાં 6 અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયા ફરી રહી છે. ટેડી પોતાની કઝીન સાથે આ ટ્રિપ પર છે. અહીં પહોંચ્યા બાદ તે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના એક નાનકડાં શહેરના બારમાં કામ કરી રહી છે. પરંતુ, ક્રિસમસ બાદ શિફ્ટ થવા માટે હવે તે નવી જોબ શોધી રહી છે.
લંડનમાં રહેતી ટેડીએ નવી જોબ માટે એક પોપ્યુલર ફેસબુક પેજ બેકપેકર્સ પર આ અઠવાડિયે એક પોસ્ટ કરી. તેને આશા હતી અહીં તે તેને કોઈ નવી જોબ મળી જશે. તેણે પોતાના એક બિકીની ફોટોની સાથે પોસ્ટમાં લખ્યું- નવા વર્ષ માટે હું એક જોબ શોધી રહી છું, રહેવાની જગ્યા પણ સાથે મળી જાય તો વધુ સારું રહેશે. સારી જોબ માટે હું ક્યાંય પણ ટ્રાવેલ કરવા માટે તૈયાર છું અને મારી પાસે કાર પણ છે. ટેડીએ જણાવ્યું કે, તેને રિટેલ, ફાર્મસી, ચાઈલ્ડકેર અને એમ્બ્યુલન્સ ડ્રાયવરના કામનો એક્સપીરિયન્સ છે. પરંતુ, ટેડી આ જોબ પોસ્ટને લઈને ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ. લોકોએ કહ્યું કે, જોબ શોધવા માટે કરવામાં આવેલી પોસ્ટમાં બિકીની ફોટો અટેચ નહોતો કરવો જોઈતો.
એક યુઝરે લખ્યું, જો હું જોબ માટે અપ્લાઈ કરતે તો બિકીનીમાં પોતાનો ફોટો પોસ્ટ ના કરતે. બીજાએ લખ્યું- જો તું જોબ શોધી રહી હોય તો તે અનુસાર વર્તન કરો. ત્રીજાએ લખ્યું, એક ફીમેલ સોલો ટ્રાવેલર હોવાના નાતે હું ફોટોઝ સાથે સાવધાની રાખીશ. પરંતુ, ટેડીએ ટ્રોલનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે- નેગેટિવ કમેન્ટ્સ છતા તેની પાસે ઘણી બધી જોબની ઓફર્સ આવી છે. તેણે લખ્યું- જે પણ લોકો એવુ કહી રહ્યા છે કે બિકીની ફોટો પોસ્ટ કરવાના કારણે મને જોબ નહીં મળશે તો હું પણ એવા લોકો સાથે કામ કરવા નથી માંગતી જેઓ આવી વિચારસરણી ધરાવતા હોય.
ટેડીએ કહ્યું- તમે તમામ જેલેસી ફિલ કરનારા લોકોને માત્ર ખોટા સાબિત કરવા માટે હું એ જણાવવા માંગુ છું કે, મારા ડાયરેક્ટ મેસેજમાં જોબ ઓફર્સનું પૂર આવી ગયુ છે અને વહેલી તકે હું તે તમામ જોબ ઓફર્સને જોઈશ અને તમને લોકોને જણાવીશ. આના માટે તમારા બધાનો આભાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp