ભારત સાથે પંગો લેવાનું કેનેડાને ભારે પડશે, નહીં સુધરે તો 70 કરોડ ડોલરનું નુકશાન
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે એવું નિવેદન આપીને કેનેડાના પ્રધાનમંત્રી રીતસરના ભેરવાઇ ગયા છે. ભારત સામેનો પંગો આટલો ભારી પડશે એવો કદાચ તેમને અંદાજ નહોતો.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે પંગો લીધો છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેમના જ દેશને સૌથી મોટું નુકસાન થવાનું છે. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચેના વિવાદને કારણે કેનેડા જતા વિદ્યાર્થીઓમાં ડર છે. આ કારણે તેમની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.
કેનેડાના પ્રધાનમંત્રીએ જયારે આતંકવાદી સર્મથક હરદીપ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને એવી ધારણા નહોતી ભારત પણ આટલું જોરથી પલટવાર કરશે. ભારત સામે પંગો લઇને કેનેડાને હવે 70 કરોડ ડોલરનું મસમોટું નુકશાન થઇ શકે છે.
ઇમેજ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટે નિષ્કર્ષ કાઢ્યો છે કે વર્ષ 2024માં હાયર સ્ટડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર 5 ટકાનો પણ ઘટાડો આવે તો પણ કેનેડાને 70 કરોડ ડોલરનું નુકશાન થઇ શકે છે.
કેનેડામાં દર વર્ષે હાયર સ્ટડીમાં જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે. દર વર્ષે ભારતથી બે લાખ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.
મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ ઇમેજ ઇન્ડિયાના પ્રમુખ રોબિંદર સચદેવે કહ્યું કે,ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ત્રણ બેચમાં કેનેડા જાય છે. આ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં પ્રવેશ દરમિયાન ત્રીજા ભાગ અથવા 66,000 લોકો કેનેડા જાય છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ડર ઉભો થયો છે. જેને કારણે કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.
પ્રમુખના કહેવા મુજબ,કેનેડામાં દરેક ભારતીય વિદ્યાર્થીનો સરેરાશ કુલ ખર્ચ 16000 ડોલર છે. તેમણે કહ્યું કે આમાં લેપટોપની ખરીદી, રહેવાની કિંમત, બેંક સિક્યોરિટી અને એર ટિકિટનો સમાવેશ થાય છે. બે વર્ષના અભ્યાસ અને આવાસનો કુલ ખર્ચ વિદ્યાર્થી દીઠ 53,000 ડોલર આવે છે. એક ભારતીય વિદ્યાર્થી બે વર્ષમાં કેનેડિયન અર્થતંત્રમાં અંદાજે 69,000 ડોલર આવે છે.
જો જાન્યુઆરી બેચ માટે નોંધણીમાં માત્ર 5 ટકાનો ઘટાડો થશે, તો તેના પરિણામે 230 મિલિયન ડોલરનું નુકસાન થશે. મે અને સપ્ટેમ્બરમાં અછતને કારણે 690 મિલિયન ડોલરનું નુકસાન થશે. આ સિવાય જ્યારે આ વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી નહીં કરે તો કેનેડાને 30 લાખ ડોલરનું પણ નુકસાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp