US રિપોર્ટ દાવો-પાકિસ્તાને મોદી રાજમાં જો ભારત પર આક્રમણ કર્યું તો...

PC: foreignpolicy.com

અમેરિકાની એક ઇન્ટેલિજેન્સ એજન્સીના રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જો પાકિસ્તાન ભારતને ઉશ્કેરે છે તો સેના દ્વારા જવાબ આપવાની વધુ સંભાવના છે. US ઇન્ટેલિજેન્સ કમ્યુનિટી રિપોર્ટ)ના વાર્ષિક જોખમના આંકલનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી ગ્રુપોનું સમૂહનું સમર્થન કરવાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આ રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દ્વારા સૈન્ય બળથી જવાબ આપવાની સંભાવના વધુ છે.

આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં એ વાતને લઈને ચેતવણી આપવામાં આવી છે કે ભારતની અંદર પાકિસ્તાની મોટો આતંકી હુમલો કરાવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધેલા તણાવની પ્રત્યક્ષ પક્ષની ધારણા સંઘર્ષના જોખમને વધારે છે અને કાશ્મીરમાં હિંસક અશાંતિ કે ભારતમાં આતંકવાદી હુમલાનો સંભવિત ફ્લેશપોઈન્ટ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ મોટા ભાગે કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાનથી નીકળતી સીમા પાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ રહ્યા છે. અમેરિકન ઇન્ટેલિજેન્સ કમ્યુનિટીના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2 પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચે વધતા જોખમોના કારણે ભારત અને પાકિસ્તાન સંકટ વિશેષ ચિંતાનો વિષય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘નવી દિલ્હી અને ઇસ્લામાબાદ સંભવતઃ વર્ષ 2021ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર બંને પક્ષોના ફરીથી સંઘર્ષ વિરામ બાદ પોતાના સંબંધો મજબૂત કરવા માટે ઇચ્છુક છે.

અમેરિકન ઇન્ટેલિજેન્સ કમ્યુનિટીના રિપોર્ટમાં ભારત અને ચીનના સંબંધો પર પણ વાત થઈ છે. આ રિપોર્ટ મુજબ, ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સીમા વાર્તા થઈ અને ઘણા સીમા બિંદુઓ પર તણાવને સોલ્વ કરવામાં આવ્યા, પરંતુ વર્ષ 2020માં થયેલી હિંસક ઘર્ષણના કારણે બંને દેશો વચ્ચે સંબંધ તણાવપૂર્ણ રહેશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બંને દેશો દ્વારા વિવાદિત સ્થળ પર સેનાઓની તૈનાતી બોર્ડર વિવાદને લઈને 2 પરમાણુ શક્તિઓમાં સશસ્ત્ર જોખમને વધારે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉના ઘર્ષણોથી ખબર પડે છે કે LAC પર સતત નાના ઘર્ષણ ઝડપથી મોટું રૂપ લઈ શકે છે. ભારતના પાકિસ્તાન અને ચીન બંને જ દેશો સાથે સંબંધ સહજ નથી. પાકિસ્તાન સાથે વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ સંબંધો ખરાબ ચાલી રહ્યા અછે. જ્યારે ગલવાનમાં વર્ષ 2020માં થયેલા ભારત-ચીનના સૈનિકો વચ્ચેના ઘર્ષણ બાદ સંબંધ બગડ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp