જો પાકિસ્તાન લોન ચૂકવવામાં અસમર્થ થઇ જાય તો જાણો તેની શું અસર થશે

PC: khabarchhe.com

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના અધિકારીઓ અને પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારની ઇસ્લામાબાદમાં બેલઆઉટ પેકેજ પર વાતચીત ફરીથી શરૂ થવાના થોડા દિવસો બાદ વડાપ્રધાન શાહબાજ શરીફે દેશમાં આગામી સંકટને લઇને લોકોને સમજાવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં આવનાર મુશ્કેલ સમયની ચેતવણી આપી કેમ કે સરકાર બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો મેળવવા માટે IMF દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવા માટે સંઘર્ષ કરી રહી છે એવા દેશ સમય પર લોન ચૂકવવામાં અસમર્થ થઇ જાય છે તો તેની શું અસર પડી શકે છે આવો આ આર્ટિકલમાં આપણે જાણીએ.

ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન પાસે આગામી અઠવાડિયા માટે આયાત બિલની ચૂકવણી કરવા માટે મુશ્કેલ જરૂરી ધન બચ્યું છે. પાકિસ્તાન સતત ડિફોલ્ટથી બચવા માટે IMF દ્વારા આપવામાં આવતા 6 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજમાંથી 1.1 બિલિયન ડૉલરના એક મહત્ત્વપૂર્ણ હિસ્સાની માગ કરી રહ્યું છે. જો કે, IMFએ હપ્તો આપવા અગાઉ કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં ઉઠાવવા કહ્યું છે જે સરકાર માટે ગળાનું હાડકું બની ગયું છે.

જો પાકિસ્તાનનું રિઝર્વ એટલું નીચે આવી જાય છે કે તે લોનના હપ્તા નહીં આપી શકે તો, આ દશામાં તેને ડિફોલ્ટ જાહેર કરી શકાય છે. તેના પરિણામ સ્વરૂપ મૂડીઝ અને SADP જેવી રેટિંગ એજન્સીઓ દ્વારા દેશની ક્રેડિટ રેટિંગને વધુ નીચે લઇ જવામાં આવશે. આ સ્થિતિમાં સરકારને ઇન્ટરનેશનલ સ્તર પર લોન પ્રાપ્ત કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેની હાલત શ્રીલંકા જેવી થઇ શકે છે.

ડિફોલ્ટ થયા બાદ પાકિસ્તાન કોઇ પણ સ્થિતિમાં પોતાના એક્સપોર્ટથી વધુ ઇમ્પોર્ટ નહીં કરી શકે, જેથી દેશમાં ઉદ્યોગોને મોટું નુકસાન પહોંચશે. દેશમાં પેટ્રોલથી લઇને કાચા માલની મોટી અછત જોવા મળશે. ઉદ્યોગ પર સીધી અસર પડવાના કારણે હજારો લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડશે. ડિફોલ્ટ થવાની સ્થિતિમાં પાકિસ્તાનમાં મોંઘવારી અભૂતપૂર્વ રૂપે વધી જશે. સાથે જ કાચા માલની અછતના કારણે ઘણી જરૂરી વસ્તુઓની તંગીમાંથી દેશને પસાર થવું પડશે.

ઇમરજન્સી સ્થિતિમાં મોટા ભાગે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ થઇ જાય છે. રાશનથી લઇને મેડિકલ સ્ટોર પર ઘણા કિલોમીટર સુધી લાંબી લાઇન સાથે લૂંટફાટના સમાચારો પણ સામાન્ય થઇ જાય છે. પાકિસ્તાનમાં ન માત્ર આર્થિક રૂપે દેશની જનતાને પરેશાની ઉઠાવવી પડશે, પરંતુ તેનાથી આતંકવાદ પર પણ ચરમ પર જતો રહેશે. બેરોજગારી અને સરકારથી ગુસ્સો વધવાની સ્થિતિમાં દેશનો એક મોટો વર્ગ આતંકવાદ સાથે જોડાઇ શકે છે જેમાંથી દેશને બહાર લાવવો મુશ્કેલ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp